SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રિસેલ પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણી લો આ 7 જરૂરી વાતો, હોમ લોન લેવામાં નહીં પડે મુશ્કેલી

જો તમે નવું ઘર ખરીદવાની જગ્યાએ જૂનું મકાન લેવાની યોજના બનાવી રહ્યાં છો અને તે માટે હોમ લોન લેવાના છે તો કેટલીક બાબતોની તપાસ કરવી ખુબ જરૂરી છે. ઘરની કિંમતની સાથે તેના દસ્તાવેજ, કાયદાકીય સ્થિતિ અને રિનોવેશનનો ખર્ચ પણ સમજો.

Written By Gokani Dhaval
Published: Sep 25, 2026, 02:14 PM IST | Updated: Sep 25, 2026, 02:16 PM IST
Join

જૂનું ઘર ખરીદવું ઘણા લોકો માટે નવા મકાનને મુકાલબે ઓછા ખર્ચવાળો વિકલ્પ હોઈ શકે છે. જૂનું ઘર હંમેશા એવા વિસ્તારમાં મળે છે જ્યાં રસ્તો, બજાર, ક્લૂ અને હોસ્પિટલ જેવી સુવિધાઓ પહેલાથી ઉપલબ્ધ હોય છે. પરંતુ જો તમે જૂનું ઘર લેવા માટે હોમ લોન લેવાની યોજના બનાવી રહ્યાં છો તો માત્ર ઘરની કિંમત અને માસિક હપ્તો જોઈ નિર્ણય ન કરો. ઘરનો દસ્તાવેજ, તેની સ્થિતિ અને કાયદાકીય સ્થિતિની તપાસ જરૂરી છે. આવો જાણીએ એવી 7 વાતો, જેનું ધ્યાન જૂનું ઘર ખરીદતા પહેલા રાખવું જોઈએ.

આ 7 વાતનું રાખો ધ્યાન
1. ઘરની સ્થિતિની તપાસ કરોઃ જૂનું ઘર ખરીદવા સમયે તેની ઉંમરથી વધુ તેની વર્તમાન સ્થિતિ પર ધ્યાન આપો. દીવાલોમાં તિરાડ, છતમાંથી પાણી ટપકવું, ભેજ અને વીજળી-પાણીની વ્યવસ્થાની તપાસ કરો. જરૂર પડવા પર કોઈ એન્જિનિયર પાસે ઘરની મજબૂતીની તપાસ કરાવો. તેનાથી ભવિષ્યમાં થનાર મોટા ખર્ચનો અંદાજ લગાવી શકાય છે.

2. રિપેરિંગ અને સજાવટનો ખર્ચ સામેલ કરોઃ જૂના ઘરને રહેવા લાયક બનાવવા માટે ઘણીવાર રિનોવેશન અને ફેરફાર કરાવવા પડે છે. તેથી ઘરની કિંમતની સાથે રિનોવેશન, કલરકામ અને અન્ય કામનો ખર્ચ સામેલ કરો. ઉદાહરણ માટે ઘરની કિંમત 70 લાખ રૂપિયા છે અને રિનોવેશન પર 8 લાખ રૂપિયા ખર્ચ થાય છે તો કુલ ખર્ચ 78 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

3. માલિકી હકના કાગળો તપાસોઃ ઘર ખરીદતા પહેલા તે ખાતરી કરો કે વેચનાર વ્યક્તિ તેની કાયદાકીય માલિક છે. રજીસ્ટ્રી, જૂનો વેચાણ દસ્તાવેજ અને માલિકી હકના રેકોર્ડની તપાસ કરો. જરૂર પડવા પર વકીલની મદદ લો, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન રહે.

4. ઘર પર જૂની લોન કે વિવાદની તપાસ કરોઃ તે માહિતી મેળવવી જરૂરી છે કે ઘર પર પહેલાથી કોઈ લોન, બાકી કે કાયદાકીય વિવાદ તો નથીને. સંપત્તિ પર કોઈ બેંકની લોન કે કોઈ અન્ય વ્યક્તિના દાવા હોવાથી ખરીદવામાં મુશ્કેલી થઈ શકે છે. સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી સ્થિતિ સ્પષ્ટ કરો.

5. નક્શા અને જરૂરી મંજૂરી જુઓઃ જૂના મકાનમાં ઘણીવાર મૂળ નિર્માણ બાદ વધારાનો રૂમ, માળ કે બાલકની બનાવવામાં આવે છે. તપાસ કરો કે ઘરનું નિર્માણ મંજૂર નક્શા અને સ્થાનિક નિયમોનુસાર છે કે નહીં. જરૂરી મંજૂરી કે પ્રમાણપત્ર ન હોવા પર બેંક લોન આપવાની ના પાડી શકે છે.

6. રજીસ્ટ્રી અને અન્ય ખર્ચ સમજોઃ ઘર ખરીદવા સમયે માત્ર ડાઉન પેમેન્ટ અને EMIનું બજેટ બનાવવું પુરતું નથી. રજીસ્ટ્રી, સ્ટેમ્પ ડ્યુટી, રિનોવેશન અને અન્ય જરૂરી ખર્ચને પણ ધ્યાનમાં રાખો. ઘર ખરીદ્યા બાદ લાગનાર અન્ય ખર્ચનું પણ અનુમાન લગાવો.

7. બેંક પાસેથી લોનની શરતો સમજોઃ હોમ લોન આપતા પહેલા બેંક ઘરના કાગળ, કાયદાકીય સ્થિતિ અને તેની કિંમતની તપાસ કરે છે. જૂના મકાનની ઉંમર, સ્થિતિ અને દસ્તાવેજોના આધાર પર લોનની રકમ અને સમયગાળો નક્કી થાય છે. તેથી લોન લેતા પહેલા બેંકની તમામ શરતો સમજો.

જૂનું ઘર ખરીદવું ત્યારે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જ્યારે તેની કિંમત, સ્થિતિ અને કાયદાકીય દસ્તાવેજ યોગ્ય હોય. તેથી ઉતાવળમાં નિર્ણય લેવાની જગ્યાએ ઘરની તપાસ કરો અને તમારી આર્થિક સ્થિતિ અનુસાર હોમ લોન લો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES