1000 રૂપિયાની નવી નોટ! સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો વાયરલ, PIBએ જણાવ્યું સત્ય
RS 1000 Note Fact Check: સોશિયલ મીડિયામાં મંદિરની ફોટો વાળી પીળી કલરની 1000 રૂપિયાની કથિત નવા નોટના ફોટા અને વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, ચાલો જાણીએ તેમાં કેટલું સચ છે અને શું સાચું સરકારે 1000 રૂપિયાની નોટો જાહેર કરી છે, તેના પર PIBએ ફેક્ટચેક કર્યું છે, ચાલો જાણીએ
RS 1000 Note Fact Check: હાલના સમયમાં સોશિયલ મીડિયામાં મંદિરના ફોટાવાળી અને પીળા કલરની 1000 રૂપિયાની નોટનો ફોટો અને વીડિયો વાયરલ છે, દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) જલ્દી આ નોટ જાહેર કરવાની છે અથવા 15 તારીખથી તેને જાહેર ચલણમાં લાવવામાં આવશે. જો કો પ્રેસ ઈન્ફોરમેશન બ્યુરો(PIB)ની ફેક્ટ ચેક યુનિટે આ દાવાઓને ખોટા જણાવ્યા છે.
PIB ફેક્ટ ચેકે મંગળવારે તે સ્પષ્ટ કર્યું કે RBIએ 1000 રૂપિયાની નવી નોટ જાહેર કરવાને લઈને કોઈ જાહેરાત કરી નથી, સોશિયલ મીડિયામાં ઈસ્ટ્રાગ્રામ, એક્સ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર આ કથિત નોટનો ફોટો શેયર કરવામાં આવી રહ્યો છે, લોકો તેને નવી નોટ જણાવતાની સાથે તેને 15 તારીખથી જાહેર ચલણમાં આવવાનો દાવો પણ કરી રહ્યા છે.
PIBએ શું કહ્યું ?
PIB ફેક્ટ ચેકએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને 1000 રૂપિયાની નવી નોટ સાથે જોડાયેલા દાવા ફગાવી દીધા છે, એજન્સીએ લોકોને અપિલ કરી છે કે આ માહિતી પર ભરોસો કરવો અથવા શેર કરતા પહેલા ચેક જરૂર કરી લે.
PIB મુજબ RBIએ મંદિરના ફોટા વાળી પીળા કલરની 1000 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની જાહેરાત કરી નથી. એટલા માટે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓ પર ભરોસો કરવો જોઈએ નહીં.
હાલ કેટલા રૂપિયાની નોટ ચલણમાં છે?
ભારતમાં RBIની મહાત્મા ગાંધી(નવી) સિરીઝ પ્રમાણે 10,20,50,100,200 અને 500 રૂપિયાની નોટ ચલણમાં છે, તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી, જે બાદ જુની 500 અને 1000 રૂપિયાની નોટોનું લીગલ કરેન્સીનો દર્જો ખત્મ કરી દીધા હતા.
પછીથી નવી ડિઝાઈનની 500 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી, જ્યારે 1000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી નથી, તે સમયે સૌથી મોટી નોટીમાં 2000 રૂપિયીની નોટ હતી, જો કે RBIએ મે 2023માં 2000 રૂપિયાની નોટ પણ ચલણમાંથી પાછી લેવાની જાહેરાત કરી હતી.
નવી નોટ સાથે જોડાયેલી નોટોની સાચી જાણકારી કેવી રીતે મળે?
જો સોશિયલ મીડિયામાં કઈ નવી નોટનો ફોટો કે તેને જાહેર થવાના સમાચાર સામે આવે છે, તો તેના પર વિશ્વાસ કરતા પહેલા RBIની ઓફિશિયલ જાહેરાત કે માહિતી વિશે ચેક કરો, કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સમાચારની સાચી જાણકારી માટે PIB ફેક્ટ ચેક સાથે પણ કોન્ટેક્ટ કરી શકાય છે.
વોટ્સએપ હેલ્પલાઈન: +91 8799711259
ઈમેલ: factcheck@pib.gov.in