આ IPO પર તૂટી પડ્યા રોકાણકારો, GMP દેખાડે છે 40%નો ફાયદો, જાણો ડિટેલ
IPO News: આ કંપનીના IPOને 60 ટકાથી વધારે સબ્સક્રાઈબ મળ્યું છે, આ IPOની ગ્રે માર્કેટમાં સ્થિતિ ખુબ જ સારી છે, લિસ્ટિંગના દિવસે રોકાણકારોને 40 ટકાથી વધારેનો ફાયદો દેખાઈ રહ્યો છે, આ IPO Black Opal Consultantsનો છે.
IPO News: ગ્રે માર્કેટમાં જે કંપનીના IPOની સ્થિતિ સારી છે તેમાં એક બ્લેક ઓપલ કંસલ્ટેંટ્સ પણ છે. IPOની લિસ્ટીંગ આવતા અઠવાડિયે થવા જઈ રહી છે , આ IPO 29 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો, રોકાણકારો પાસે 1 ઓક્ટોબર સુધી રોકાણ કરવાની તક હતી, તમને જણાવી દઈએ કે આ IPOને 73 ગણાથી વધારે સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે.
જાણો કઈ કેટેગરીમાં કેટલું સબ્સક્રિપ્શન થયું
આ IPOને રિટેલ કેટેગરીમાં 60.15 ગણું, ક્યૂઆઈબીમાં 59.77 ગણું અને એનઆઈઆઈમાં 124.29 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. એંકર રોકાણકારો માટે IPO 28 સપ્ટેમ્બરના રોજ જ ખુલ્લી ગયો હતો. એંકર રોકાણકારો પાસેથી કંપનીએ 15.69 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એંકર રોકાણકારોને આપવામાં આવેલા 50 ટકા શેરનો લોક ઈન પીરિયડ ફક્ત 30 દિવસનો જ છે. જ્યારે બાકીના 50 ટકાનો લોક ઈન પીરિયડ 90 દિવસ રાખવામાં આવ્યો છે.
શેરનું એલોટમેંટ કંપની 5 ઓક્ટોબરના રોજ કરશે, આ કંપનીની લિસ્ટિંગ 7 ઓક્ટોબરના રોજ થઈ શકે છે.
કેટલી છે પ્રાઈસ બેંડ
IPO માટે કંપનીએ 197 રૂપિયાની પ્રાઈસ બેંડ નક્કી કરી છે, રિટેલ રોકાણકારો માટે 600 શેરનો એક લોટ બનાવ્યો હતો, નિયમ મુજબ ઓછામાં ઓછા બે લોટ માટે રોકાણ કરવું પડે છે, જેના કારણે રોકાણકારોને ઓછામાં ઓછું 236400 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.
કંપનીએ IPO માટે ખમ્બાટ્ટા સિક્યોરિટીજ લિમિટેડને લીડ મેનેજર તરીક નક્કી કર્યા છે. જ્યારે સ્કાઈ લાઈન ફાઈનેંશિયલ સર્વિસેજ પ્રાઈવેટ લિમિટેડને રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.
ગ્રે માર્કેટ દેખાડે છે 40 ટકાનો ફાયદો
ઈનવેસ્ટર્સ ગેનની રિપોર્ટ મુજબ ગ્રે માર્કેટમાં કંપનીના IPO આજે 80 રૂપિયાના પ્રિમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો, જેના કારણે 40 ટકા લિસ્ટિંગ ગેનનો સંકેત મળી રહ્યા છે. આ પહેલા જીએમપી 78 રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે હાલમાં આ IPO મજબૂત સ્થિતિમાં છે.
IPOની સાઈજ કંપનીએ 55.08 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ IPOમાં ફ્રેશ શેર અને ઓફર ફોર સેલ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. IPO દ્વારા કંપની 22.38 લાખ શેર જાહેર કરવામાં આવશે, ઓફર ફોર સે દ્વારા કંપની 10.99 કરોડ રૂપિયાના શેર વેચાણ કરશે.