નવેમ્બરમાં સોનું 14000 અને ચાંદી 27000 સસ્તા થઈ ગયા, હવે આગળ ભાવ વધશે કે ઘટશે? આગામી 15 દિવસ મહત્વના
Gold Rate: નવેમ્બર મહિનામાં સોના અને ચાંદીમાં જોરદાર કડાકાનો માહોલ જોવા મળ્યો છે. સ્થિતિ એવી ઊભી થઈ કે નવેમ્બર શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોનું 12000 અને ચાંદી 27000 રૂપિયા જેટલા તૂટી ચૂક્યા છે. જો કે હાલમાં સોના અને ચાંદીમાં કરેક્શનનો માહોલ પણ જોવા મળ્યો. આગામી સમયમાં સ્થિતિ કેવી રહેશે?
સતત ઘટાડા બાદ સોમવારે સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો. ત્યારે સોનું અને ચાંદી ખરીદવું કે નહીં? રોકાણકારો માટે આવનારા 15 દિવસ ખુબ ખાસ છે. આ સમયગાળામં એવા કેટલાક ફેક્ટર્સ પર નજર રહેશે જેનું કનેક્શન અમેરિકા સાથે છે અને તે ભાવ વધશે કે ઘટશે તેના પર અસર પાડી શકે છે.
નવેમ્બરમાં ખુબ સસ્તું થયું સોનું
નવેમ્બર મહિનાની વાત કરીએ તો IBJA વેબસાઈટ પર રજૂ થયેલા આંકડા જોઈએ તો 1 નવેમ્બરે રવિવાર હતો અને 2 નવેમ્બરે સોનું 137772 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું. જ્યારે 23 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનું 124945 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું. એટલે કે નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સોનામાં 12827 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
જ્યારે ચાંદી જોઈએ તો 2 નવેમ્બરે 180080 રૂપિયાના સ્તરે ખુલી હતી અને 23 નવેમ્બરે 152625 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી. એટલે કે ચાંદીમાં નવેમ્બરમાં અત્યાર સુધીમાં 27455 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આગામી 15 દિવસ મહત્વના!
આગામી 15 દિવસ રોકાણકારો માટે ખાસમખાસ છે કારણ કે અમેરિકા સાથે કનેક્શનવાળા 3 પરિબળો પર નજર રહેશે જે સોનાના ભાવ વધશે કે ઘટશે તે નક્કી કરી શકે છે. સોના અને ચાંદીના ભાવ પર વૈશ્વિક પરિબળો ખુબ અસર કરે છે. સોનાના ભાવમાં રેકોર્ડ તેજી બાદ કેટલાક સમયમાં આવેલા તગડા ઘટાડાથી રોકાણકારો એ સમજી શકતા નથી કે હાલ સોનું ખરીદવું કે પછી હજુ રાહ જોવી. તો 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર વચ્ચે ઘટનારી આ ઘટનાઓ પર નજર રાખજો.
PM મોદીએ જ્યારે સોનું ન ખરીદવાનું કહ્યું હતું ત્યારે શું હતા ભાવ, આજે શું કિંમત છે?
PCE ઈન્ફ્લેશન રિપોર્ટ
સોનાના ભાવ પર ટ્રિગર કરનારું પહેલું પરિબળ હશે 25 નવેમ્બરે આવનારો US પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડેચર (PCE) ઈન્ફ્લેશન રિપોર્ટ છે.
FED ઈન્ટરેસ્ટ રેટ નક્કી કરતી વખતે આ મોંઘવારીના આંકડા પર ધ્યાન રાખે છે.
અપેક્ષા કરતા વધુ મોંઘવારીથી કડક મોનેટરી પોલીસીની અપેક્ષા વધી શકે છે જેનાથી ડોલરને સપોર્ટ મળે અને સોના પર દબાણ વધે.
રોજગારીના આંકડા
બીજું જે પરિબળ છે તે અમેરિકાના રોજગારીના આંકડા હશે. જે 4 ડિસેમ્બરે આવશે. સારા જોબ ક્રિએશનથી વધુ ઈન્ટરેસ્ટ રેટની વાતને બળ મળી શકે છે. જ્યારે નબળા રોજગારીના આંકડાથી ઓછા એગ્રેસિવ ફેડની અપેક્ષા વધી શકે છે. જે સોનાના ભાવ પર અસર પાડી શકે છે.
સરકારની જોરદાર સ્કીમ: દર મહિને જમા કરો 577 અને વૃદ્ધાવસ્થામાં મેળવો 5000નું પેન્શન
અમેરિકી ફેડ રિઝર્વ બેઠક
9 ડિસેમ્બરે અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બરના પોલીસી રેટ પર નિર્ણય લેશે. જો વ્યાજ દરોમાં વધારો થશે તો સોનાનું આકર્ષણ ઘટશે કારણ કે તે વ્યાજ આપતું નથી. આથી તેની અસર સોનાના ભાવ પર પડી શકે છે.
(Disclaimer: સોના અને ચાંદીમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી. Z 24 કલાક કોઈ દાવો કરતું નથી.)