દેશની સૌથી મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો! લોન કરી મોંઘી, હવે EMIમાં થશે આટલો વધારો
HDFC Bank Loan Hike : દેશની સૌથી મોટી બેંક HDFCએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વધારો MCLRમાં વધારો થવાથી થયો છે. ત્યારે આ વધારા બાદ તમારી લોનના EMIમાં કેટલો વધારો થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
HDFC Bank Loan Hike : HDFC બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કરીને તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કારણ કે MCLRમાં વધારો થવાથી લોનના વ્યાજ દરમાં પણ વધારો થશે. જે સીધી રીતે ગ્રાહકોના EMIને અસર કરશે. આ વધારા સાથે EMIમાં પણ વધારો થશે, ત્યારે આ વધારો કેટલો હશે, તેના પર એક નજર કરીએ.
અદાણીના ઉત્તરાધિકારી જાહેર! આ 4 વ્યક્તિ સંભાળશે 27 લાખ કરોડના સામ્રાજ્યની ધુરા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ
MCLRમાં 5 થી 15 બેસિસ પોઈન્ટનો વધારો
HDFC બેંકે તમામ સાત સમયગાળા માટે MCLRમાં 5 થી 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો 7 નવેમ્બરથી અમલમાં આવ્યા છે. બેંકના આ નિર્ણયને કારણે હોમ લોન, પર્સનલ લોન અને અન્ય ધિરાણ સુવિધાઓ વધુ મોંઘી થઈ શકે છે. જોકે, આ વધારાની અસર માત્ર એવા ગ્રાહકો પર જ પડશે જેમની લોન MCLR સાથે જોડાયેલી છે. આ ફેરફાર બાદ HDFC બેંકનો MCLR હવે 7.85% થી 8.70% ની વચ્ચે છે, જે અગાઉ 7.75% થી 8.55% હતો. બેંકે લાંબા ગાળાના MCLRમાં વધુ વધારો કર્યો છે.
બેંકે છ મહિના, એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટે MCLRમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અન્ય સમયગાળા માટે, MCLRમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. એક બેસિસ પોઈન્ટ એટલે 0.01%.
EMIમાં કેટલો થશે વધારો?
જો તમારી લોન MCLR સાથે જોડાયેલી હોય, ઉદાહરણ તરીકે, 20 વર્ષના સમયગાળા માટે 8% વ્યાજ દરે ₹20 લાખની લોન હોય તો હવે તમારો વ્યાજ દર વધીને 8.15% થઈ જશે. પરિણામે, તમારી EMI પણ વધશે. 8% વ્યાજ દરે તમારી EMI ₹16,729 થતી હતી, એ વ્યાજ દર વધીને 8.15% થતાં તમારો માસિક હપ્તો ₹16,916 થઈ જશે. આનો અર્થ એ છે કે તમારા માસિક હપ્તામાં આશરે ₹200નો વધારો થઈ શકે છે.
કયા ગ્રાહકોને થશે અસર?
MCLRમાં થયેલો આ વધારો એવા ગ્રાહકોને અસર કરી શકે છે જેમની હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન અથવા અન્ય ફ્લોટિંગ-રેટ લોન MCLR સાથે જોડાયેલી છે. જો કે, તેનો અર્થ એ નથી કે દરેક ગ્રાહકની EMI વધશે જ. ગ્રાહકની લોન પર કેટલી અસર થશે, તેનો આધાર તે લોન કયા ચોક્કસ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે અને લોન કરારમાં વ્યાજ દર ફરીથી નક્કી કરવા માટે કઈ તારીખ નક્કી કરવામાં આવી છે, તેના પર રહેશે.