અમેરિકાથી આવ્યા એક સમાચાર અને ચાંદી ધડામ! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો
Gold Silver Crash : MCX પર 4 ડિસેમ્બરના વાયદાના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે, તો સોનું પણ સસ્તું થયું છે. ચાંદીના ભાવમાં એક જ ઝાટકે 8000 રૂપિયાનો ઘટાડો થયો છે, આ ઘટાડો અમેરિકાથી આવેલા એક સમાચાર બાદ જોવા મળ્યો છે.
Gold Silver Crash : સ્થાનિક કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 4 ડિસેમ્બરના વાયદાના ચાંદીના ભાવમાં ₹8,000નો મોટો ઘટાડો થયો છે, જેનાથી તે પ્રતિ કિલોગ્રામ ₹2.10 લાખની નજીક પહોંચી ગઈ છે. સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
આતુરતાનો અંત... આ તારીખે ખુલશે Jioનો IPO, આવી ગઈ તારીખ, 220 રૂપિયા છે GMP
આજના સોના-ચાંદીના ભાવ
MCX પર 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2,084નો ઘટાડો થઈને તે ₹1,46,366 પર પહોંચ્યું છે. બીજી તરફ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ આશરે ₹8,237ના ઘટાડા સાથે ₹2,10,508 પર આવી ગયા છે. સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલો અચાનક ઘટાડો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ ઘટ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 1.31%નો ઘટાડો થઈને તે 4,122.05 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીના ભાવ 4.18%નો ઘટાડા સાથે 57.035 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.
USના ડેટાએ બજારમાં મચાવી હલચલ
બુધવારે જાહેર કરાયેલા યુએસ ફુગાવાના આંકડામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)માં વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં, યુએસ CPI ફુગાવાના આંકડામાં માસિક ધોરણે 0.6%નો વધારો થયો હતો. ફુગાવો અપેક્ષા કરતા વધારે હોવાથી બજારમાં એવી ચિંતા ઊભી થઈ કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે. જેના કારણે સોના-ચાંદી પર અસર જોવા મળી છે.
ડોલર મજબૂત બન્યો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી ડોલરમાં ટ્રેડ થાય છે. જ્યારે ડોલર મજબૂત બને છે, ત્યારે અન્ય દેશોના ખરીદદારો માટે આ ધાતુઓ મોંઘી બની જાય છે, જે માંગ પર દબાણ લાવી શકે છે.
ઊંચા વ્યાજદરની આશંકા
જો યુએસમાં વ્યાજદર ઊંચા રહે અથવા તેમાં વધારો થાય, તો રોકાણકારો માટે વ્યાજ આપતા બોન્ડ્સ આકર્ષક બની શકે છે. પરિણામે, સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.