SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આખું સપ્તાહ સોનામાં જોવા મળી ઉથલપાથલ, આગામી સમયમાં ગોલ્ડ નવો રેકોર્ડ બનાવે તેવી 'ભવિષ્યવાણી'

Gold Rate: કિમતી ધાતુઓ સોના અને ચાંદીમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે સતત પછડાયા બાદ છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે સોના ચાંદીના ભાવ ચડીને ખુલ્યા હતા. વાયદા બજારમાં પણ ભાવમાં વધારો જોવા મળ્યો. ત્યારે શું હવે સોના અને ચાંદીની ચાલમાં આગળ તેજીનો માહોલ જોવા મળશે કે પછી ભાવમાં સતત આવા જ ઉતાર ચડાવ રહેશે તે ખાસ જાણો.

Written By Viral Raval
Published: Oct 17, 2026, 11:14 AM IST | Updated: Oct 17, 2026, 11:16 AM IST
Join

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે IBJA પર સોનાના ભાવ વધારા સાથે ખુલ્યા અને ઘટાડા સાથે બંધ થયા. જ્યારે ચાંદીમાં વધારો જોવા મળ્યો. એની સામે MCX પર સોનું અને ચાંદી બંને લીલા નિશાનમાં બંધ થયેલા જોવા મળ્યા. અઠવાડિયામાં સતત ભાવમાં ઘટાડા બાદ તેજીનો માહોલ જોવા મળ્યો. આ બધા વચ્ચે એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે વૈશ્વિક પરિબળોને પરિણામે સોનાના ભાવમાં આગામી બે વર્ષોમાં નવો રેકોર્ડ બની શકે છે.

સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
IBJAના સપ્તાહના  છેલ્લા કારોબારી દિવસ શુક્રવારના બંધ ભાવ જોઈએ તો 88 રૂપિયા તૂટીને 146426 રૂપિયા પર બંધ થયો. તે પહેલા સવારે ભાવ વધારા સાથે ખુલ્યો હતો. એની સામે એક કિલો ચાંદીના ભાવમાં 606 રૂપિયાનો ઉછાળો નોંધાયો અને ભાવ 210312 રૂપિયા પર બંધ થયો. આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી.

એસોસિએશન શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરતું નથી. એટલે અઠવાડિયામાં શુક્રવાર છેલ્લો કારોબારી દિવસ ગણાય છે અને ત્યારબાદ શનિવારે તથા રવિવારે ભાવ જાહેર થતા નથી.

વાયદા બજારમાં શું ભાવ
MCX પર સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.35 ટકાના વધારા સાથે 148000 રૂપિયા પર બંધ થયો હતું. જ્યારે એક 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.36 ટકાના વધારા સાથે 211418 રૂપિયાની સપાટીએ બંધ થઈ હતી.

ઓલટાઈમ હાઈ ભાવ

રિટેલ બજારના ઓલટાઈમ હાઈ ભાવ (29-1-2026)

વાયદા બજારના ઓલટાઈમ હાઈ ભાવ (29-1-2026)

આગામી સમય માટે શું કહે છે સંકેતો?
ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે કેન્દ્રીય બેંકો જે રીતે સોનાની ખરીદી કરી રહી છે, વૈશ્વિક પરિબળો જેમ કે જિયો પોલિટિકલ તણાવ, વધતા સરકારી બોન્ડ અને અર્થવ્યવસ્થાના ઉતાર ચડાવને પગલે સુરક્ષિત રોકાણ ગણાતા સોનાના ભાવ આગામી બે વર્ષમાં નવો ઓલટાઈમ હાઈ બનાવી શકે છે. સોનાના ભાવ વધવાની આ ભવિષ્યવાણી પાછળ કેટલાક કારણો જવાબદાર છે. તે પણ જાણીએ.

સોનામાં આવી શકે તેજી

વૈશ્વિક બજારમાં શું છે ભાવ

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES