SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Silver Rate: શું દિવાળી સુધી 1.80 લાખે પહોંચશે સોનાનો ભાવ? જાણો શું છે આજનો રેટ્સ

2 ઓક્ટોબર બાદ આજે પણ સોની બજાર અને એમસીએક્સમાં રજા છે. તેમ છતાં વૈશ્વિક માર્કેટમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. તેવામાં જાણો આજે દેશભરના વિવિધ શહેરોમાં શું છે ગોલ્ડ અને સિલ્વરનો ભાવ.

Written By Gokani Dhaval
Published: Oct 03, 2026, 03:13 PM IST | Updated: Oct 03, 2026, 03:16 PM IST
Join

ગાંધી જયંતિની રજા બાદ આજે શનિવારે પણ ઘરેલું સોની બજાર અને MCX માં કારોબાર બંધ છે, પરંતુ ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીની તેજી જોવા મળી રહી છે. તેવામાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું સોનું દિવાળી સુધી 1.80 લાખના આંકડાને પાર કરી શકે છે?

આજે 24 કેરેટ સોનાનો ભાવ દિલ્હીમાં 149,800 રૂપિયા છે અને 22 તેરેટ સોનાનો ભાવ 136,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદી 227,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર છે. આ રીતે મુંબઈ અને કોલકત્તામાં 24 કેરેટ સોનાનો ભાવ 149230 રૂપિયા અને 136790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ ક્રમશઃ 49280 રૂપિયા અને 136840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીનો ભાવ 235000 રૂપિયા પ્રતિ કિલો છે.

તમને જણાવી દઈએ કે શહેરોમાં જીએસટી, મેકિંગ ચાર્જ અને સ્થાનીક માંગને કારણે ભાવમાં થોડું અંતર રહે છે.

આ પણ વાંચોઃ 5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

આંતરરાષ્ટ્રીય માર્કેટનો લેટેસ્ટ રેટ
ગ્લોબલ માર્કેટમાં સોનું આશરે 0.3 ટકા વધી 4190 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીમાં પણ તેજી છે અને તે 61.38 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ છે. US Dollar Index માં હળવો દબાવ અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાએ સોની બજારને સમર્થન આપ્યું છે.

શું દિવાળી સુધી સોનું 1.80 લાખ રૂપિયા પહોંચશે?
જિયોપોલિટિકલ તણાવ, કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી અને વ્યાજદરોમાં ઘટાડાની આશાને કારણે સોનું દિવાળી કે 2026ના અંત સુધી 180,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે.

સોનામાં તેજીના 3 મોટા કારણ
ફેડરલ રિઝર્વનું વલણઃ US Fed અધિકારીઓએ સંકેત આપ્યો છે કે વ્યાજદર નક્કી કરવામાં ઉતાવળ કરવામાં આવશે. તેનાથી નજીકના ભવિષ્યમાં વ્યાજદર વધવાની આશંકા ઘટી છે.

મિડલ ઈસ્ટમાં તણાવઃ ક્રૂડ ઓયલમાં તેજી અને સુરક્ષાત્મક ખરીદી (Safe-haven demand) એ સોનાની માંગને મજજૂત બનાવી રાખી છે.

ડોલરનું નબળું પડવું અને સુરક્ષિત રોકાણઃ વૈશ્વિક ઈકોનોમીમાં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત એસેટના રૂપમાં સોનાની તરફ વધી રહ્યાં છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES