SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Price Explainer: હાઈથી સોનું 34000 અને ચાંદી 1.91 લાખ સસ્તા થઈ ચૂક્યા છે, શું 1 લાખથી પણ નીચે જશે સોનાનો ભાવ?

Gold Rate Today: સોના અને ચાંદીમાં આ અઠવાડિયે ભારે ઉથલપાથલ જોવા મળી છે. 10 ગ્રામ 24 કેરેટ સોનામાં 4776 રૂપિયા જેટલો જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 15,052 રૂપિયા જેટલો ભાવ તૂટ્યો છે. આ અઠવાડિયે જ નહીં પરંતુ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કિંમતી ધાતુઓમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. એમા પણ બેંક ઓફ અમેરિકાએ કરેલા અનુમાન મુજબ સોનાના ભાવ એક લાખ રૂપિયાથી પણ નીચે જઈ શકે છે.

Written By Viral Raval
Published: Oct 24, 2026, 01:54 PM IST | Updated: Oct 24, 2026, 02:01 PM IST
Image Credit: AI Generated Image
Join

આ વર્ષની શરૂઆત થઈ ત્યારે જાન્યુઆરીના અંતમાં કિંમતી ધાતુઓ તેમના ઓલટાઈમ હાઈ રેટ પર પહોંચી હતી જેમાં IBJAની વાત કરીએ તો સોનું 1.76 આસપાસ પહોંચ્યું હતું અને ચાંદી 3.85 લાખ આસપાસ પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ જે ઉતાર ચડાવ જોવા મળ્યા છે તેના કારણે ભાવ હાલ સોનું 1.41 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.94 લાખ પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે. આ અઠવાડિયાની તો ઠીક પરંતુ જો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 7057 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે જ્યારે ચાંદી ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 27539 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. એમાં પણ પાછી બેંક ઓફ અમેરિકાએ તો હજું  ભાવ ઘટવાનું અનુમાન કરેલું છે. તો આગળ શું સ્થિતિ રહેશે?

સોનાનો ઓલટાઈમ ભાવ

ઓલટાઈમ હાઈથી કેટલા સસ્તા સોના ચાંદી?

ઉપર દર્શાવેલા ભાવને જો સરખાવીએ તો હાલ ઓલટાઈમ હાઈથી સોનું 34,491 રૂપિયા અને ચાંદી 191518 રૂપિયા જેટલા સસ્તા થઈ ગયા છે.

ઓક્ટોબર મહિનામાં શું રહી સોનાની સ્થિતિ?

ઓક્ટોબરમાં કેટલા સસ્તા થયા સોના-ચાંદી?

એ રીતે જોઈએ તો હજુ ઓક્ટોબર મહિનાનું એક અઠવાડિયા જેટલો સમય બાકી છે પરંતુ અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 7057 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 27539 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.

સોના અને ચાંદીનો લેટેસ્ટ ભાવ (કેરેટ પ્રમાણે)

ભાવ હજુ નીચે જવાની ભવિષ્યવાણી!

(Disclaimer: સોનામાં ભાવ ઘટવાની સંભાવના અંગેની માહિતી ફક્ત ઓપિનિયન આધારિત  છે. Z 24 કલાક કોઈ દાવો કે પુષ્ટિ કરતું નથી)

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES