SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Today: દિવાળી પહેલા જ સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો વધારો, અમેરિકી મિડ ટર્મ ચૂંટણીની અસર! જાણો આજનો ગોલ્ડ-સિલ્વર રેટ

Gold-Silver Price Today: એકબાજુ અમેરિકામાં મિડ ટર્મ ઈલેક્શનમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીને ભારે આંચકો મળ્યો છે ત્યાં બીજી બાજુ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે MCX અને IBJA બંને પર સોનું અને ચાંદી ભારે તેજીમાં જોવા મળી રહ્યા છે.

Written By Viral Raval
Published: Nov 04, 2026, 12:32 PM IST | Updated: Nov 04, 2026, 12:46 PM IST
Join

કિમતી ધાતુઓ સોના અને ચાંદી પર વૈશ્વિક પરિબળો પણ ખુબ અસર કરતા હોય છે. એક બાજુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પર ડેમોક્રેટ્સનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ સોનુ અને ચાંદી ભારે ઉછાળા સાથે જોવા મળી રહ્યા છે. આજે વાયદા બજારમાં સોનું 2.03 ટકાના ઉછાળા સાથે જોવા મળ્યું અને ચાંદી 3.61 ટકાના ઉછાળા સાથે જોવા મળી. જ્યારે IBJA ઉપર પણ સોનું અને ચાંદી જોરદાર તેજી સાથે ખુલેલા જોવા મળ્યા છે.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJAની વેબસાઈટના આજના ખુલતા ભાવ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું 3486 રૂપિયા ઉછળીને 141062 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જે કાલે 137576 પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં આજે 7775 રૂપિયાની તેજી જોવા મળી છે અને ભાવ 184200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે કાલે 176425 રૂપિયા પર બંધ થયો હતો.

દિવાળી પહેલા અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો, ઘી અને માખણના ભાવમાં કર્યો આટલો વધારો, જાણો નવી રેટ લિસ્ટ

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે એસોસિએશન નવા ભાવ જાહેર કરતું નથી. તેના ભાવ દેશભરમાં માન્ય હોય છે.

કેરેટ પ્રમાણે ભાવ

 વાયદા બજારમાં લેટેસ્ટ ભાવ

બીજી બાજુ વાયદા બજાર MCX પર લેટેસ્ટ ભાવ જોઈએ તો આજે બપોરે 12 વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 2.03 ટકા ઉછળીને 142286 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 3.61 ટકા ઉછળીને 186187 રૂપિયાના સ્તરે જોવા મળી.

અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી

અમેરિકામાં મિડ ડર્મ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. તેમની પાર્ટી રિપબ્લિકન પર ડેમોક્રેટ્સનો ભારે દબદબો જોવા મળ્યો છે. ત્યારબાદ વૈશ્વિક અને કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવ આકાશે આંબવા લાગ્યા છે. ચૂંટણી પરિણામો બાદ તરત જ કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી રહી છે.

Fact Check: દિવાળી પર 10,20 અને 50 રૂપિયાની નોટોની થશે કમી? RBIએ જણાવ્યું સચ

છેલ્લી માહિતી મુજબ વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં 51 સીટો અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 218 સીટ જીતીને પૂર્ણ બહુમત મેળવી લીધુ છે. આ મોટા રાજકીય ઉલટફેરની સીધી અસર બુલિયન અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો કોમેક્સમાં પણ સોનું 2 ટકા ઉછળીને 76 ડોલરની તેજી સાથે 4017 ડોલર પ્રતિ ઔંસ પાર પહોંચી ગયેલું જોવા મળ્યું. જ્યારે ચાંદી 3.030 ટકા ચડીને 51 ડોલર પ્રતિ ઔંસ પાર નીકળી ગઈ હતી.

શું કહે છે એક્સપર્ટ

કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે અમેરિકી મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હારની સીધી અસર કોમોડિટીના ભાવો પર પડી છે. રાજનીતિક એક્સપર્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હારની સીધી અસર કોમોડિટીના ભાવ પર પડી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES