Gold Rate Today: ધનતેરસ-દિવાળી પૂરી થતા જ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, ભાવ વધીને ક્યાં પહોંચ્યા? ફટાફટ જાણો આજનો લેટેસ્ટ રેટ
Gold-Silver Rate Today: દિવાળી નજીક હતી ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ દિવાળી પછી સોનું જાણે રોકેટ બની રહ્યું છે. આજે સવાર સવારમાં ચાંદીમાં 3500 રૂપિયા જ્યારે સોનાના ભાવમાં 1400 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો.
રવિવારે દિવાળી હતી અને તે પહેલા ધનતેરસ...આ દિવસોએ સોના અને ચાંદીની ભરપૂર ખરીદી થઈ. દિવાળી પૂરી થતા સોના અને ચાંદીા ભાવમાં તેજી પાછી ફરી છે. સોનું અને ચાંદી રોકેટ સ્પીડથી ભાગી રહ્યા છે. 10 ગ્રામ સોનાના ભાવમાં 1400 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. સવાર સવારમાં ચાંદી 3600 રૂપિયાથી વધુ મોંઘી થઈ.
વૈશ્વિક બજારમાં ભાવમાં ઉછાળો
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 48 ડોલરથી વધુનો ઉછાળો નોંધાયો. સ્પોટ ગોલ્ડનો ભાવ 4120 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો. MCX ઉપર પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો. MCX પર ચાંદીના ભાવમાં 3599 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સિલ્વર 1,88,679 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનું 1479 રૂપિયા ચડીને 1,43,991 રૂપિયા પર પહોંચી ગયું.
8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! મુહૂર્ત ટ્રેડિંગમાં લાલ નિશાન પર બંધ થયું શેરબજાર, જાણો
આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ
MCX પર સવારે 11.45 વાગ્યાના ભાવ જોઈએ તો 4 ડિસેમ્બરના વાયદાવાળું સોનું 0.98 ટકા ઉછળીને 143950 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.45 ટકાના વધારા સાથે 187789 રૂપિયાની સપાટીએ છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા બહાર પડેલા ભાવ જોઈએ તો દિવાળી બાદ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય શરાફા બજારમાં પણ સોનાના ભાવ ચડ્યા છે. 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ 1.43 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયા છે. જેમાં મેકિંગ ચાર્જ અને 3 ટકા જીએસટી અલગથી એડ હોય છે.
સોના અને ચાંદીમાં તેજી કેમ પાછી ફરી?
સોનાના ભાવમાં મોટી તેજી પાછળ ફરવા પાછળ અનેક ફેક્ટર્સ જવાબદાર છે. પરંતુ સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટા હુમલાથી પાછળ હટવાનો સંકેત આપ્યો છે. ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલ આસપાસ પહોંચી ચૂક્યું છે. ઓઈલના ભાવ ઘટવાથી મોંઘવારીને લઈને ચિંતા ઘટી છે.
8 નવેમ્બરથી બેંકોમાં લાંબી રજાઓ, જાણો કયા દિવસે બંધ રહેશે બેંકો, એક ક્લિકમાં જાણી લો લિસ્ટ
આગળ શું રહી શકે સ્થિતિ
મોંઘવારી પર દબાણ ઘટવાથી કેન્દ્રીય બેંકો તરફથી વ્યાજ દરોમાં પણ વધારાની આશંકા ઓછી હોય છે. ઊંચા વ્યાજ દરોથી સોના જેવા વ્યાજ વગરના રોકાણ પર દબાણ વધે છે. આવામાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી રોકાણકારો સોના તરફ વળ્યા છે. ઓઈલની સાથે સાથે નબળા ડોલરે પણ સોનાને સપોર્ટ કર્યો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ડોલરમાં નક્કી થાય છે. નબળા ડોલરના કારણે વિદેશી ખરીદારો માટે સોનું ખરીદવું સરળ બને છે અને માંગમાં વધારો થાય છે. જ્યારે માંગ વધે છે ત્યારે ભાવમાં તેજી આવવા લાગે છે.
આ ઉપરાંત 10 નવેમ્બરના રોજ અમેરિકી કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ પણ આવશે. આ અઠવાડિયે શુક્રવારે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ આવવાના છે. આ આંકડાઓ પહેલા રોકાણકારો સોનું ખરીદી રહ્યા છે.
(Disclaimer: પ્રિય વાંચકો આ ખબર ફક્ત તમારી જાણકારી માટે છે. રોકાણ માટેની સલાહ નથી. સોના અને ચાંદીમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર પાસેથી રોકાણ માટેની સલાહ ચોક્કસ લો.)