SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Price Today: નવમાં નોરતે પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા, દીવાળી ટાણે કેવો રહેશે માહોલ? ફટાફટ આજનો ભાવ જાણો

Gold Rate Today: આજે નવમાં નોરતે સોના અને ચાંદીમાં એકવાર ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. જો કે રિટેલ બજારમાં સામાન્ય ઘટાડા સાથે ધાતુઓ ભલે સરકી પરંતુ વાયદા બજારમાં આજે સોનું લીલા નિશાનમાં જોવા મળ્યું છે જ્યારે ચાંદી સામાન્ય ઘટાડા સાથે જોવાં મળી છે. છે. લેટેસ્ટ રેટ ખાસ જાણો.

Written By Viral Raval
Published: Oct 19, 2026, 02:35 PM IST | Updated: Oct 19, 2026, 02:41 PM IST
Image Credit: AI Generated Image
Join

IBJA અને MCX પર સોનું અને ચાંદી એકવાર ફરીથી ઉતાર ચડાવ સાથે જોવા મળ્યા છે. જ્યાં એક બાજુ રિટેલ બજારમાં કિંમતી ધાતુઓ ગગડી છે ત્યાં બીજી બાજુ વાયદા બજારમાં સોનું લીલા તો ચાંદી સામાન્ય ઘટાડા સાથે લાલ નિશાનમાં જોવા મળી રહી છે. સોનું IBJA પર હાલ 1.46 લાખની આસપાસ જોવા મળ્યું છે જ્યારે ચાંદી 2.09 લાખ આસપાસ જોવા મળી છે. જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

આજનો સોના અને ચાંદીનો ભાવ

આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે જ્યાં નવરાત્રી એકબાજુ પૂરી થવાની તૈયારી છે  ત્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનું IBJAના ખુલતા ભાવ મુજબ 20 રૂપિયા ઘટીને 146406 રૂપિયાની સપાટીએ ખુલ્યું છે જે ગત અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ 16મી ઓક્ટોબરે 146426 રૂપિયા પર બંધ થયું હતું.

ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે 1451 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 209467 રૂપિયા પર પહોંચ્યો છે. જે છેલ્લા કારોબારી દિવસ 16મી ઓક્ટોબરે 210918 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો.

તમને જણાવી દઈએ કે એસોસિએશન જે ભાવ જાહેર કરે છે તેમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. નવા ભાવ દિવસમાં બેવાર જાહેર કરાય છે. ખુલતા ભાવ અને બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર થતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના ભાવ

MCX પર બપોરે 2.30 વાગ્યાની આસપાસ  4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.20 ટકાના વધારા સાથે 148209 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.02 ટકાના ઘટાડા સાથે 211151 રૂપિયાની સપાટીએ જોવા મળી છે.

નવરાત્રીમાં સતત સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોતા હવે દીવાળી ટાણે કેવો માહોલ હશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. શું આ રીતે ભાવમાં સુસ્તીનો માહોલ રહેશે? જો કે સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક પરિબળોની સાથે સાથે અન્ય પરિબળો પણ અસર કરતા હોય છે. ડિમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ અહીં પણ સામાન્ય રીતે જોવ મળતો હોય છે એટલે કે માંગ વધે તો ભાવ વધે એવું સામાન્ય જોવા મળતું હોય છે. ભાવ કઈ દિશામાં રહેશે તે તો આવનારો સમય જ કહી શકશે. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES