SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Today: લાભ પાંચમ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો, અચાનક કેમ આટલું સસ્તું થયું સોનું? જાણો કારણ અને આજનો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today: સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે દેશમાં તહેવારો ટાણે કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે પરંતુ આ વખતે દિવાળી પર સોનું અને ચાંદી મંદીમાં જોવા મળ્યા છે. લોકોને ખરીદી કરવાની મોજ પડી ગઈ છે પરંતુ રોકાણકારોએ રડવાનો વારો આવ્યો હોય તેવું લાગે છે. આજે પણ સોનું અને ચાંદી ખુબ સસ્તા થયા છે.

Written By Viral Raval
Published: Nov 13, 2026, 12:45 PM IST | Updated: Nov 13, 2026, 12:55 PM IST
Join

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ભારે પછડાટના પગલે ઘર આંગણે પણ વાયદા બજાર અને રિટેલ બજારમાં બંને કિંમતી ધાતુઓ ગગડી છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો કોમેક્સ ગોલ્ડનો ભાવ આજે જો કે લીલા નિશાનમાં બંધ થયેલો જોવા મળ્યો પરંતુ આમ છતાં ભાવ 3894.90 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. જ્યારે કોમેક્સ સિલ્વર 49.820 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જોવા મળી. વૈશ્વિક સ્તરે મંદીના પગલે IBJA ના ખુલતા ભાવમાં પણ સોનું 1808 રૂપિયા ગગડ્યું અને ચાંદી પણ 3540 રૂપિયા તૂટી. જાણો લેટેસ્ટ રેટ.

Gold Rate Today: દિવાળી પૂરી થતા જ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ઘટીને કેટલા થઈ શકે છે ભાવ? લેટેસ્ટ રેટ પણ ચેક કરો

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA પર આજે 24 કેરેટ સોનું (10 ગ્રામ) 1808 રૂપિયા તૂટીને 135884 રૂપિયા પર ખુલ્યું જે કાલે સાંજે 137692 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 3540 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને ભાવ 177500 રૂપિયા પર ખુલ્યો જે કાલે 181040 પર બંધ થયો હતો.

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી એડ કરેલા નથી. ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના લેટેસ્ટ ભાવ

MCX પર જો કે સોનાના ભાવમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. આજે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.41 ટકાના ઉછાળા સાથે 136783 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જ્યારે એક કિલો ચાંદી 0.01 ટકાના ઘટાડા સાથે 178712 રૂપિયાની સપાટીએ જોવા મળી.

સોનામાં ભાવ ઘટાડાના કારણો!

અમેરિકામાં મોંઘવારી

સોનાના ભાવમાં કડાકાનું મુખ્ય કારણ અમેરિકામાં મોંઘવારીની ધારણા કરતા વધુ આંકડા છે. ત્યારબાદ રોકાણકારોને લાગ્યું છે કે અમેરિકાની ફેડરલ રિઝર્વ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જેની અસર અમેરિકી બોન્ડ યીલ્ડ ઉપર પણ જોવા મળી. ગુરુવારે કેટલાક અમેરિકી ટ્રઝરી બોન્ડની યીલ્ડમાં 12 બેસિસ પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો.

બેંક ખાતા વગર પણ મોકલી શકાશે 50,000 રૂપિયા! મની ટ્રાન્સફર માટે RBIનો નવો નિયમ

વ્યાજ દર વધી શકે છે

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનોએ પણ વ્યાજ દરમાં વધારાની આશંકા મજબૂત કરી છે. શિકાગો ફેડના ચેરમેન ઓસ્ટન ગુલ્સબીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ઝડપથી તેજી આવતા પહેલા મોંઘવારી પર કાબૂ મેળવવો જરૂરી છે. બજારમાં હવે આગામી મહિને ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરો 0.25 ટકા વધે એવી સંભાવના  વ્યક્ત કરાઈ છે. કેટલાક રોકાણકારો તો 0.50 ટકાનો વધારો પણ થઈ શકે એવી આશંકા સેવી રહ્યા છે. એવું કહેવાય છે કે ડિસેમ્બર બાદ પણ વ્યાજ દરોમાં વધારો ચાલુ રહી શકે છે. વ્યાજ દર વધે તો સોના પર દબાણ આવે છે. કારણ કે સોનું વ્યાજ આપતું નથી.

ક્રૂડ ઓઈલ મોંઘુ થયું

બીજી બાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાથી પણ ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકાને ઈરાનની સાથે સમજૂતિની કોઈ જરૂર નથી અને સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ પણ ખુલ્લો છે. આ નિવેદન બાદ બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 96 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી દુનિયાભરમાં મોંઘવારી વધવાની આશંકા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES