SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Explainer: ક્રેશ થઈને સોનું વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું! હાઈથી ગોલ્ડ 50000 અને ચાંદી 2.33 લાખ સસ્તા થયા, આજના રેટ પણ જાણો

Gold-Silver Rate: સોના અને ચાંદીમાં ભયંકર ઉથલપાથલની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારથી સોના-ચાંદી જાન્યુઆરીમાં ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા ત્યારબાદ જે રીતે મંદીમાં સપડાયા તેના કારણે ખરીદારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે જ્યારે રોકાણકારો માટે રડવાનો વારો આવ્યો છે.

Written By Viral Raval
Published: Nov 21, 2026, 11:40 IST | Updated: Nov 21, 2026, 12:02 IST
Image Credit: AI Generated Image
Join

સોનું વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકયું છે. લગ્નગાળાની સીઝનની શરૂઆતની સાથે જ સોનાના ભાવમાં સૌથી મોટો કડાકો જોવા મળી રહ્યો છે. જે સોનું વર્ષની શરૂઆતમાં 1.80 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હતું અને એવા દાવા થતા હતા કે સોનું 2 લાખ પાર જશે તેણે અચાનક એવો તે યુટર્ન લીધો કે જેની કોઈએ  કલ્પના પણ નહીં કરી હોય. 20 નવેમ્બરે સોનું વર્ષ 2026ના સૌથી તળિયાના ભાવે પહોંચી ગયું. સોનામાં સાપ્તાહિક લગભગ 10 હજાર જેટલો અને ચાંદીમાં 16 હજાર રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ

કોમેક્સ પર ગોલ્ડનો ભાવ તૂટીને 3539 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો જ્યારે ચાંદી પણ ઘટાડા સાથે 41.08 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી.

MCX પર સોના અને ચાંદીના ભાવ

MCX પર શુક્રવારે ટ્રેડિંગ બંધ  થયું ત્યારે સોનાનો વાયદા ભાવ 4.32 ટકા તૂટીને 121949 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદા ભાવ 0.74 ટકાના વધારા સાથે 148900 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો.

સોનામાં ભેળસેળનો નવો ચોંકાવનારો ખુલાસો, સસ્તું સોનું જોઈને ખરીદવાના હોવ તો ખાસ જાણો, નહીં તો પસ્તાશો

વાયદા બજારના ઓલટાઈમ હાઈથી કેટલા સસ્તા સોના-ચાંદી?

વાયદા બજારના ઓલટાઈમ હાઈ ભાવ (જાન્યુઆરી 2026)

વર્તમાન સોના-ચાંદીના ભાવ

MCXના ભાવ જોઈએ તો સોનું હાલ ઓલટાઈમ હાઈથી 58830 રૂપિયા સસ્તું છે અને ચાંદી 271100 રૂપિયા સસ્તી થઈ છે.

શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ

ઈન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પર 20 નવેમ્બરે જાહેર થયેલા સોનાના ભાવ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા હતા. એક ઝટકે સોનામાં 5947 રૂપિયા અને ચાંદીમાં 9789 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સવારે સોનું તોતિંગ ઘટાડા સાથે 123584 પર ખુલ્યું હતું જ્યારે સાંજે સામાન્ય વધારા સાથે 123893 પર બંધ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ ભારે ઘટાડા સાથે 150650 પર ખુલી હતી અને પછી સામાન્ય વધારા સાથે 152528 પર બંધ થઈ હતી. પરંતુ સાપ્તાહિક ઘટાડાની વાત કરીએ તો સોનું અને ચાંદી ભારે કડાકાના માહોલમાં જોવા મળ્યા.

IBJAની વેબસાઈટ પર સાંજ જાહેર થયેલા બંધ ભાવ મુજબ 24 કેરેટ સોનાથી લઈને 14 કેરેટવાળા સોના અને એક  કિલો ચાંદીના ભાવ નીચે પ્રમાણે રહ્યા.

એક સપ્તાહમાં તોતિંગ ઘટાડો

IBJAના આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે (16 નવેમ્બર) 24 કેરેટ સોનાનો ભાવ 134380 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે (20 નવેમ્બર) સોનું 123893 ના સ્તરે બંધ થયું હતું. એટલે કે આ સમયગાળામાં સોનાના ભાવમાં 10,487 રૂપિયાનો ઘટાડો નોંધાયો.

જ્યારે ચાંદીની વાત કરીએ તો એ જ સમયગાળામાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એક કિલો ચાંદીનો ભાવ 169280 રૂપિયા પર ખુલ્યો હતો જ્યારે છેલ્લા કારોબારી દિવસે ચાંદી 152528 રૂપિયાની સપાટીએ બંધ થઈ હતી એટલે કે ભાવમાં 16,752 રૂપિયા જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.

રેકોર્ડ હાઈથી ખુબ સસ્તા સોના-ચાંદી

રિટેલ બજારના ઓલટાઈમ હાઈ ભાવ (29 જાન્યુઆરી 2026)

વર્તમાન ભાવ (20 નવેમ્બર 2026)

IBJAના આંકડા જોઈએ તો સોનું ઓલટાઈમ હાઈથી 52228 રૂપિયા સસ્તું છે. જ્યારે ચાંદી 233,405 રૂપિયા સસ્તી થઈ છે.

સોનુ-ચાંદી તૂટ્યું, પણ કિયોસાકીનો મોટો દાવો: આ સમય વેચવાનો નથી!

કેમ આવ્યો આટલો મોટો ઘટાડો?

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES