Robert Kiyosaki Post On Gold-Silver Crash: રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને થોડા દિવસે કંઈક પોસ્ટ કરતા રહે છે, જે જોરદાર રીતે વાયર થઈ જાય છે, કંઈક એવી જ પોસ્ટ તેમને એક્સ પર કરી છે, જે સોના ચાંદી અને બિટકોઈન સાથે જોડાયેલી છે.
મહત્વનું છે કે એક તરફ જ્યારે ઈન્ટનેશન માર્કેટથી લઈને ભારતીય માર્કેટમા સોના અને ચાંદીના ભાવ ક્રેશ થઈ રહ્યા છે, તો બીજી તરફ, પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ' ના લેખકે કહ્યું છે કે આવા સમયમાં ફક્ત નબળા હાથવાળા લોકો જ કિંમતી ધાતુઓ અને બિટકોઇન વેચી રહ્યા છે.
રોબર્ટ કિયોસાકીએ સોના-ચાંદીના બજારોમાં મોટા ઘટાડા અને અગ્રણી ક્રિપ્ટોકરન્સી, બિટકોઇનના ભાવમાં ઘટાડા વચ્ચે તેમની નવી પોસ્ટ શેર કરી. તેમણે સોના-ચાંદીના કડાકા પર તેમની સોશિયલ મીડિયા પોસ્ટની શરૂઆત એક પ્રશ્ન સાથે કરી: "ક્રેશ - સારું કે ખરાબ?"
તેમણે આગળ લખ્યું કે, સોનું, ચાંદી અને બિટકોઇન બધા ક્રેશ થઈ રહ્યા છે. પરંતુ નબળા હાથના લોકો વેચી રહ્યા છે, જ્યારે મજબૂત હાથ આ ઘટાડા દરમિયાન ખરીદવાની રાહ જોઈ રહ્યા છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઇન અંગે, તેમણે કહ્યું કે, હું બિટકોઇનના ક્રેશથી સૌથી વધુ ઉત્સાહિત છું અને વધુ ખરીદવાની રાહ જોઈ રહ્યો છું.
રોબર્ટ કિયોસાકીએ આ પાછળના કારણો પણ સમજાવ્યા. તેમણે લખ્યું કે આના ઘણા કારણો છે, જેમ કે યુએસ ફેડરલ રિઝર્વ, બેંકો અને બોન્ડ બજારોની બિનકાર્યક્ષમતા. અમેરિકાનું દેવું ફક્ત વધતું રહેશે, કારણ કે બેંકો ચલાવનારા લોકો તેમની સિસ્ટમનો ઉપયોગ આપણી સંપત્તિ કાયદેસર રીતે જપ્ત કરવા માટે કરી રહ્યા છે.
CRASH: Good or Bad? Gold, silver, Bitcoin, crashing. Weak hands selling. Strong hands waiting to buy? I am most excited about Bitcoin’s crash. Waiting to buy more. Why? Many reasons such as incompetence in FED, Banks, and Bond markets. America’s debt only to grow bigger as Banksters steal our wealth via their system legally. Yet by design, there will only be 21 million Bitcoins, in total, and approximately 20 million have already by mined. As far as I know, there has never been a “money” such as Bitcoin ever before. I am wondering what will happen when 21st Bitcoin is mined? With price of Bitcoin crashing, I can’t wait to buy more coins… just because only 21 million are ever to be mined. It could be a “nothing burger”…. or the best money I’ve ever spent. What do you think? Take care….
— Robert Kiyosaki (@theRealKiyosaki) November 20, 2026
પ્રખ્યાત લેખકે કહ્યું કે બિટકોઇન ફક્ત 21 મિલિયન વખત અસ્તિત્વમાં રહેવા માટે રચાયેલ છે, પરંતુ લગભગ 20 મિલિયન પહેલાથી જ ખાણકામ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી હું જાણું છું, બિટકોઇન જેવા 'પૈસા' ક્યારેય નહોતા. હું વિચારી રહ્યો છું કે જ્યારે 21 મિલિયન બિટકોઇન ખોદવામાં આવશે ત્યારે શું થશે.
તેમની વાયરલ પોસ્ટમાં, રોબર્ટ કિયોસાકીએ આગળ લખ્યું કે બિટકોઇનની કિંમત ઘટી રહી છે, અને હું વધુ બિટકોઇન ખરીદવા માટે ઉત્સુક છું. આનું કારણ એ છે કે ફક્ત 21 મિલિયન બિટકોઇન માઈન કરી શકાય છે. તેની કોઈ અસર થઈ શકે નહીં, અથવા તે મેં અત્યાર સુધી ખર્ચેલા બેસ્ટ પૈસા સાબિત થઈ શકે છે. તમે શું વિચારો છો? પોતનું ધ્યાન રાખો.
રોબર્ટ કિયોસાકીની દરેક પોસ્ટની જેમ, ગોલ્ડ-સિલ્વર ક્રેશ પરની તેમની નવી પોસ્ટ વાયરલ થઈ રહી છે, આ લેખ લખતી વખતે હજારો લાઈક્સ અને કમેન્ટસ મળી રહી છે. કિયોસાકીના ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે, જેમાં 2.9 મિલિયન ફોલોઅર્સ છે.