SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Daily vs Monthly SIP: મ્યુચ્યુઅલ ફંડમાં કઈ પદ્ધતિથી મળી શકે છે વધુ સારું રિટર્ન? જાણો તફાવત

Daily vs Monthly SIP: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે SIP એક સરળ પદ્ધતિ છે. પરંતુ સવાલ છે કે ડેલી અને મંથલી એસઆઈપીમાંથી કઈ ટ્રિક સારૂ રિટર્ન અપાવી શકે છે.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 03:43 PM IST | Updated: Nov 15, 2026, 03:44 PM IST
Join

Daily vs Monthly SIP:  મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એક શાનદાર રીત છે. તેમાં રોકાણકારો નક્કી સમય બાદ ચોક્કસ રકમનું રોકાણ કરે છે. સામાન્ય રીતે લોકો માસિક એસઆઈપી પસંદ કરે છે, પરંતુ ડેલી SIP એટલે કે દરરોજના રોકાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. સવાલ છે કે શું દરરોજ SIP થી વધુ રિટર્ન મળે છે? તેનો જવાબ હકીકતમાં માત્ર હપ્તાની સંખ્યા પર નિર્ભર કરતો નથી. બજારની ચાલ, રોકાણની રકમ અને નિયમિતતા પણ મહત્વની છે.

ડેલી અને મંથલી SIP માં શું અંતર છે?

માસિક SIPમાં રોકાણકાર દર મહિનાની એક નક્કી તારીખ પર  મ્યુચ્યુઅલ ફંડમાં ચોક્કસ રકમ જમા કરે છે. આ રીતે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવા પર વાર્ષિક રોકાણ 60,000 રૂપિયા થશે. ડેલી  એસઆઈપીમાં આ રકમ મહિનાના કારોબારી દિવસમાં વિભાજીત થાય છે. વર્ષમાં આશરે 250 કારોબારી દિવસ માનીએ તો 60,000 રૂપિયાનું રોકાણ કરવા માટે દરરોજના લગભગ 240 રૂપિયા લાગશે.

બંને પદ્ધતિમાં રૂપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો મળે છે. બજારમાં કિંમત ઘટવા પર વધુ યુનિટ મળે છે, જ્યારે કિંમત વધવા પર ઓછા યુનિટ મળે છે. અલગ-અલગ સ્તરો પર રોકાણથી ખરીદવામાં આવેલો એવરેજ ખર્ચ સંતુલિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ મોંઘવારીનો વધુ એક માર! CNGના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો, જાણો ક્યાં વધ્યા ભાવ

શું ડેલી SIPથી વધુ રિટર્ન મળે છે?

ડેલી SIP માં પૈસા મહિનાના અલગ-અલગ કારોબારી દિવસમાં બજારમાં લાગે છે. તેનાથી રોકાણ ઘણા સ્તરે થાય છે અને સંપૂર્ણ માસિક રકમ કોઈ એક દિવસે રોકાણ કરવાનું જોખમ મહદઅંશે ઓછું થઈ શકે છે. જો માસિક એસઆઈપી કપાયા બાદ તત્કાલ બજાર ઘટે છે, તો રોકાણકારોને આગામી હપ્તા સુધી ઓછી કિંમત પર યુનિટ ખરીદવાની તક મળતી નથી. જ્યારે ડેલી એસઆઈપી દરમિયાન પણ રોકાણ યથાવત રહે છે.

પરંતુ વધુ વખત રોકાણ કરવાનો મતલબ માત્ર વધુ રિટર્નની ગેરંટી નથી. કુલ રોકાણ અને સમયગાળો સમાન હોય, તો લાંબા સમયમાં માત્ર રોકાણની ફ્રીક્વેન્સીથી રિટર્નનું અંતર સીમિત રહી શકે છે. ફંડનું પ્રદર્શન, બજારનું વલણ અને રોકાણનો સમયગાળો અંતિમ રકમ પર વધુ અસર કરે છે.

કોના માટે ક્યો વિકલ્પ સારો?

નોકરિયાત વર્ગ માટે માસિક SIP સુવિધાજનક હોઈ શકે છે, કારણ કે પગાર દર મહિને આવે છે. પગાર તત્કાલ બાદ ઓટો-ડેબિટ નક્કી કરવાથી રોકાણ નિયમિત રહે છે. તો દરરોજ કે સાપ્તાહિક કમાણી કરનારને ડેલી એસઆઈપી નાના હપ્તાના બજેટને અનુકૂળ લાગી શકે છે. પરંતુ SIP પસંદ કરવા સમયે આવક, ખર્ચ અને રોકડની ઉપલબ્ધતા જોવી જોઈએ. ફંડની મહત્તમ રોકાણ મર્યાદા, બેન્કિંગ વ્યવસ્થા અને ઓટોમેટિક ટ્રાન્ઝેક્શનની સુવિધાની પણ તપાસ કરવી જોઈએ.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES