SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શું તમારું હોલમાર્કવાળું સોનું પણ નકલી હોઈ શકે છે? CAG રિપોર્ટે ખોલી આખી સિસ્ટમની પોલ

CAG Draft Report Gold: જ્યારે તમે સોનું ખરીદવા માટે ઝવેરીઓ પાસે જાઓ છો, ત્યારે દુકાનદાર હોલમાર્ક અને 6-અંકના HUID IDનો ઉલ્લેખ કરીને શુદ્ધતાની ખાતરી કરી આપે છે. જો કે, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટમાં સોનાની શુદ્ધતા અને BISની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 16, 2026, 16:18 IST | Updated: Nov 16, 2026, 16:21 IST
Join

CAG Draft Report Gold: CAGના ડ્રાફ્ટમાં સોનાની શુદ્ધતા પર દેખરેખ રાખવા માટે જવાબદાર સંસ્થા, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં દેશના 80 ટકાથી વધુ રજિસ્ટર્ડ ઝવેરીઓનું BIS દ્વારા ઓડિટ કરવામાં આવ્યું નથી. જો તમે ફક્ત 2024-25ના વર્ષ માટેના ડેટા પર નજર નાખો તો પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે. આ સમયગાળા દરમિયાન, દેશના 28,865 રજિસ્ટર્ડ ઝવેરીઓમાંથી ફક્ત 5444નું ઓડિટ કરવામાં આવ્યું હતું.

CAG દ્વારા જાહેર કરાયેલા ડેટાનો સીધો અર્થ એ છે કે 23421 ઝવેરીઓની દુકાનો સંપૂર્ણપણે BIS ચેકિંગના દાયરાની બહાર રહી. જ્યારે આટલા મોટા પાયે દુકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું ન હતું, ત્યારે ઝવેરીઓ દ્વારા સોનાની શુદ્ધતા અંગે કરવામાં આવેલા દાવાઓની ક્રોસ-ચેક થઈ શકી નહીં. આ બેદરકારી ફક્ત ઝવેરીઓની દુકાનો પૂરતી મર્યાદિત નથી, સોનાની શુદ્ધતા તપાસતા એસેસીંગ અને હોલમાર્કિંગ સેન્ટર્સ (AHCs)ની દેખરેખમાં પણ નોંધપાત્ર ખામીઓ જોવા મળી છે. આ AHC સેન્ટર્સ એવા છે જે કોઈપણ દાગીનાને હોલમાર્ક કરતા પહેલા સોનાની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસે છે.

BIS તેના ટારગેટથી 44 ટકા ઓછું પડી ગયું

ટેસ્ટિગ પૂર્ણ થયા પછી જ દાગીનાને એક ખાસ 6-અંકનો HUID નંબર આપવામાં આવે છે, જે ગ્રાહકોને સોનાની શુદ્ધતાની ખાતરી કરવાની મંજૂરી આપે છે. CAGના ડ્રાફ્ટ રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે BIS આ હોલમાર્કિંગ સેન્ટરોના સર્વેલન્સ ઓડિટ કરવા માટેના પોતાના લક્ષ્યથી 44 ટકા ઓછું પડી ગયું છે. આનો અર્થ એ છે કે દેશના સોનાની શુદ્ધતા ચકાસવા માટે જવાબદાર કેન્દ્રો પોતે જ તેમના કામકાજનું યોગ્ય રીતે નિરીક્ષણ કરી રહ્યા નથી.

ફેડ ચેરમેનના નિવેદન પર વિશ્વની નજર હોવાથી, એક વર્ષના લોઅર લેવલે પહોંચ્યા પછી સોનાના ભાવ ફરી ઘટ્યા છે.

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: સોનું ₹1.35 લાખની નીચે, જ્યારે ચાંદી ઘટીને ₹1.71 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી

ગ્રાહકોને ભેળસેળયુક્ત સોનાથી બચાવવા માટે, સરકારે દેશભરના 392 જિલ્લાઓમાં સોનાના હોલમાર્કિંગ નિયમો ફરજિયાત કર્યા છે. આ નિયમો હેઠળ, દરેક ઝવેરી અને AHC સેન્ટરને હોલમાર્કિંગ માટે BIS સાથે નોંધણી કરાવવી આવશ્યક છે. જો કે, ડેટા દર્શાવે છે કે દેશભરના આશરે 2.3 લાખ નોંધાયેલા ઝવેરીઓ માટે દેખરેખ પ્રણાલી ખૂબ જ નબળી પડી ગઈ છે. ઓડિટ અને દેખરેખની ધીમી ગતિ બજારમાં ગ્રાહકો સાથે છેતરપિંડીની શક્યતા વધારે છે.

તમે તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ઘરે બેઠા ઓનલાઈન તમારા સોનાના દાગીના પરનું હોલમાર્ક અસલી છે કે નકલી છે તે ચકાસી શકો છો. ભારત સરકારની સંસ્થા BISએ આ માટે ખૂબ જ સરળ સુવિધા પૂરી પાડી છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચેક કરો

આમાં દાગીના વેચનારનો નોંધણી નંબર અને નામ, હોલમાર્કિંગ સેન્ટર (AHC)નું નામ અને સરનામું, દાગીનાની સિરીઝ અને શુદ્ધતા વગેરેનો સમાવેશ થાય છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES