8th Pay Commission: કર્મચારી યુનિયનોની 3.61 થી 4.00 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, મિનિમમ બેઝિક સેલરી 65,000 થી 72,000 રૂપિયા સુધી પહોંચી શકે!
8th Pay Commission Basic Salary: કર્મચારી યુનિયનો આઠમાં પગાર પંચનું બેઝિક નક્કી કરવા માટે 3.61થી 4.00 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યાં છે, જેનાથી મિનિમમ બેઝિક પગાર 65000 રૂપિયાથી 72000 રૂપિયા સુધી થઈ શકે છે.
8th Pay Commission Basic Salary : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમાં પગાર પંચની ભલામણ મહત્વની રહેવાની છે. ન્યૂયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી 3 સભ્યોની પેનલની પાસે પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય છે, જેમાંથી 12 મહિના કરતા વધુ સમય પસાર થઈ ગયો છે. પંચે વેતન સંશોધન, ભથ્થા, પેન્શન સુધાર અને સૌથી મહત્વપૂર્ણ એટલે કે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ણય લેવાનો છે. આ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે કે ભવિષ્યમાં સરકારી કર્મચારીઓનું મૂળ વેતન અને પેન્શનરોને કેટલું પેન્શન મળશે.
શું છે ફિટમેન્ટ ફેક્ટર અને તેનું ગણિત?
ફિટમેન્ટ ફેક્ટર એક એવું ગુણાંક હોય છે, જેના આધાર પર જૂના પગાર પંચના મૂળ વેતનને નવા પગાર પંચના દરોમાં બદલવામાં આવે છે. તેની સીધી ફોર્મ્યુલા હોય છે, નવો બેઝિક પે = વર્તમાન બેઝિક પે × ફિટમેન્ટ ફેક્ટર, ઉદાહરણ માટે સાતમાં પગાર પંચમાં સરકારે 2.57 નું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કર્યું હતું. તેનાથી છઠ્ઠા પગાર પંચનો 7000 રૂપિયાનો બેઝિક પગાર વધીને 18000 રૂપિયા (7000 × 2.57 = 17,990, જેને રાઉન્ડ ઓફ કરી 18000 રૂપિયા કરવામાં આવ્યો) થઈ ગયો હતો. આ વખતે કર્મચારી યુનિયનો માંગ કરી રહ્યાં છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારી 3.61થી 4.00 વચ્ચે રાખવામાં આવે.
કર્મચારી યુનિયનોની મુખ્ય માંગ અને તર્ક
અલગ-અલગ કર્મચારી યુનિયનો અને પેન્શન સંગઠનોએ પોતાની નાણાકીય જરૂરિયાત અને મોંઘવારીના આંકડા અનુસાર અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરની માગ રાખી છે.
આ પણ વાંચો- અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની સજ્જડ હારથી ક્રૂડ ઓઈલ ધડામ થયું
ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS):- સંગઠને સૌથી વધુ 4.00 ના ફિટમેન્ટ ફેક્ટરની માગ કરી છે. તેનાથી કર્મચારીઓનો મિનિમમ બેઝિક પગાર સીધો 72000 રૂપિયા થઈ જશે. BPMS નો તર્ક છે કે પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રીય આવકમાં વધારો, વર્તમાન મોંઘવારી ભથ્થા અને 5 સભ્યોના પરિવારની પાયાની જરૂરિયાતને જોતા આ વધારો જરૂરી છે.
NC-JCM Staff Side તથા ભારત પેન્શનર્સ સમાજ (BPS):- આ બંને સંગઠનોએ 3.833 ના ફિટમેન્ટ ફેક્ટર અને 69000 રૂપિયાના મિનિમમ બેઝિક પેની ભલામણ કરી છે. NC-JCM એ તેના માટે ભોજન, કપડા, મકાન, શિક્ષણ અને ઈંધણ જેવા ઘેલું ખર્ચના 5-સભ્યોના પરિવાર પ્રમાણે ગણતરી કરી છે, જ્યારે BPS એ 5.2 પરિવાર યુનિટના આધાર પર આ ગણતરી કરી છે.
મિનિસ્ટ્રિયલ સ્ટાફ એસોસિએશન (MSA), સર્વે ઓફ ઈન્ડિયા:- MSA એ 3.61 નું ફિટમેન્ટ ફેક્ટર માંગ્યું છે, જેનાથી મિનિમમ બેઝિક પગાર આશરે 65000 રૂપિયા થઈ જશે. તેની ગણતરી 15મા ઈન્ડિયન લેબર કોન્ફરન્સના માપદંડો અને રેપ્ટાકોસ બ્રેટ નિર્ણયના આધાર પર 5-સભ્યોના પરિવારના ખર્ચ પર આધારિત છે.
ફિટમેન્ટ ફેક્ટરની તુલના અને પગારમાં અંતર
જો સાતમાં પગાર પંચ વર્તમાન બેઝિક પે (18000 રૂપિયા) પર વિવિધ યુનિયનોના પ્રસ્તાવને લાગૂ કરવામાં આવે તો નવો મિનિમમ બેઝિક પગાર આ પ્રમાણે હશે. સંગઠન પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર મિનિમમ બેઝિક પે જો MSA ના 3.61 ફિટમેન્ટ ફેક્ટરની માંગ પૂરી કરવામાં આવી તો 65000 રૂપિયા બેઝિક પગાર થઈ શકે છે. ભારત પેન્શનર સમાજ અને NC-JCM Staff Side ના 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ અનુસાર 69000 રૂપિયા બેઝિક પગાર થઈ શકે છે. ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS) ના 4.00 ફિટમેન્ટ ફેક્ટરની માંગ પ્રમાણે 72000 રૂપિયા થઈ શકે છે. મહત્તમ અને લઘુત્તમ માંગો વચ્ચે દર મહિને 7000 રૂપિયાનું અંતર છે.
આઠમાં પગાર પંચ દ્વારા પોતાનો અંતિમ રિપોર્ટ મે-જૂન 2027 સુધી સોંપવાની સંભાવના છે, ત્યારબાદ કેન્દ્ર સરકાર તેના પર અંતિમ નિર્ણય લેશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ફિટમેન્ટ ફેક્ટર આગામી દાયકા સુધી કર્મચારીઓની આર્થિક સ્થિતિ અને પેન્શનને નક્કી કરશે.