SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર? જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત

8th Pay Commission: આઠમાં પગાર પંચનો રિપોર્ટ મે 2027મા આવવાની સંભાવના છે, જેનાથી કર્મચારીઓને 16 મહિનાનું એરિયર મળી શકે છે. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી કમિટી ફિટમેન્ટ ફેક્ટર અને નવા પે સ્ટ્રક્ચર પર મંથન કરી રહી છે. જો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તો કેટલું એરિયર મળશે?

Written By Gokani Dhaval
Published: Nov 08, 2026, 03:09 PM IST | Updated: Nov 08, 2026, 03:12 PM IST
Join

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ સાથે જોડાયેલી હલચલ વધી ગઈ છે. નવેમ્બર 2025મા રચાયેલા આ પંચને મોંઘવારી અને અન્ય આર્થિક માપદંડોને ધ્યાનમાં રાખી પગાર અને પેન્શનમાં સંશોધનની જવાબદારી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળા આ કમીશનને પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કમીશન પોતાનો રિપોર્ટ મે 2027મા રજૂ કરશે. તો સાતમાં પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2025મા પૂરો થયો હતો. તેવામાં જો સરકાર નવા પગાર માળખાને જાન્યુઆરી 2026થી પાછલી તારીખથી લાગૂ કરે છે તો કર્મચારીઓને આ સમયગાળાનું એરિયર મળશે.

ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે બેઝિક પગાર

કમીશન હાલ વિવિધ સ્ટેકહોલ્ડરની સાથે બેઠકો કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વની કડી ફિટમેન્ટ ફેક્ટર છે. આ એક મલ્ટીપ્લાયર હોય છે, જેનાથી વર્તમાન બેઝિક પગારનો ગુણાકાર કરી નવો પગાર નક્કી કરવામાં આવે છે. જો આઠમું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 3.00 નક્કી કરે છે તો વર્તમાન 18000 રૂપિયા બેઝિક પગાર મેળવતા કર્મચારીઓનો પગાર સીધો વધીને 54000 રૂપિયા થઈ જશે.

7th CPC પે મેટ્રિક્સનું માળખું

વર્તમાન પે મેટ્રિક્સમાં લેવલ 1થી 18 સુધી કુલ 18 મુખ્ય લેવલ અને એક ઈન્ટરમીડિએટ લેવલ 13A સામેલ છે, જેને 40 વર્ટિકલ પ્રોગેશન સેલમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ઉદાહરણ માટે લેવલ 1 પર કર્મચારી 18000 રૂપિયાથી શરૂઆત કરે છે અને વાર્ષિક ઈન્ક્રીમેન્ટની સાથે તે મહત્તમ 56900 રૂપિયા સુધી જાય છે. તો લેવલ 2નો બેન્ડ 19900 રૂપિયાથી 63200 રૂપિયા સુધી છે.

આ પણ વાંચોઃ યાદ છે 8 નવેમ્બરની એ રાત? જ્યારે રાતોરાત બંધ થઈ ગઈ હતી 500 અને 1000 રૂપિયાની મોટી નોટ

એરિયરનું સરળ ગણિત

જો પંચની ભલામણો મે 2027મા આવે છે અને તેને જાન્યુઆરી 2026થી લાગૂ કરવામાં આવે છે તો કર્મચારીઓને 16 મહિનાનું એરિયર મળશે.

વર્તમાન લેવલ 1 બેઝિક પેઃ 18000 રૂપિયા
3નો ફિટમેન્ટ ફેક્ટર પર નવો બેઝિક પેઃ 54000 રૂપિયા
દર મહિનાનું અંતરઃ 36000 રૂપિયા
16 મહિનાના કુલ બાકીઃ 36,000 x 16 = 5,76,000 રૂપિયા

આ ફોર્મ્યુલાના આધાર પર અન્ય તમામ પે લેવલ કર્મચારી પણ પોતાના વર્તમાન અને નવા બેઝિક પેના અંતરથી 16 મહિનાના બાકી પગારનું અનુમાન લગાવી શકે છે. મહત્વનું છે કે આ ગણતરી મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થાના સમાયોજન પહેલાનો મૂળ આંકડો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES