એયર હોસ્ટેસ પાણીની બોટલ પર રેપર કેમ બાંધે છે? શું છે આ વાયરલ ટ્રિક, જાણો
Flight Attendant Water Bottle Trick: ઈન્ટરનેટ પર અનેક એવા વીડિયો વાયરલ છે, જેમાં એયર હોસ્ટેસને પાણીની બોટલ ઉપર રેપરની ગાંઠ લગાવતા જોવા મળી શકે છે, અલગ અલગ વીડિયોમાં તેને લઈને અલગ અલગ કારણ જણાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ એયર હોસ્ટેસ કેમ આવું કરે છે
Flight Attendant Water Bottle Trick: સોશિયલ મીડિયામાં મોટા ભાગે ફ્લાઈટ અને એયર હોસ્ટેસને લગતા વીડિયો સામે આવે છે, આવો જ એક વીડિયો તમે અનેક વાર જોયો હશે, જેમાં એયર હોસ્ટેસ પાણીની બોટલ પર રેપર તેના ઢાકણાની નીચે બાંધતા જોવા મળે છે, રેપરને તે બોટલના ઉપરના ભાગે એટલે કે ઢાકણાની નીચે બ્રોની જેમ ગાંઠ લગાવે છે.
એયર હોસ્ટેસ પોતાના સારા માટે
વીડિયોમાં જોવામાં આવેલી આ ટ્રિકને લઈને અનેક વાતો કહેવામાં આવી રહી છે, કેબિન પ્રેશરના કારણે પાણી કાઢવા માટે આવું કરવામાં આવે છે, પણ એવું નથી, આવું કરવા પાછળ મોટું કારણ નથી. કે આવું કરવા પાછળ કોઈ સેટ ફોર્મુંલા હોય. આ બસ ખાલી એયર હોસ્ટેસ પોતાના સારા માટે કરવા માટે કરે છે.
ખુલી બોટલને જલ્દી ઓળખવી મુશ્કેલ પડી શકે
એયર હોસ્ટેસ પોતાની સર્વિસમાં પોતાને આરામદાયકતા માટે અને બોટલને ઓળખવા માટે, તે બોટલના કેપના નીચે રેપર બાંધવામાં આવે છે, જેના કારણે જલ્દીથી પાણી આપવામાં આવે અને આ કામમાં વધારે વાર ન લાગે, આવું નહીં કરવામાં આવે તો ખુલી બોટલને જલ્દી ઓળખવી મુશ્કેલ પડી શકે છે, કે વારંવાર અલગ અલગ પાણીની બોટલનું ઢાકણું ખુલી શકે છે એટલા માટે ખાસ આ ટ્રિક અપનાવવામાં આવે છે.
ગાંઠ વાળી અથવા લગાવેલું રેપર બોટલ ખોલી, તૈયાર અથવા તપાસી લેવામાં આવી છે તે દર્શાવવા માટે ઝડપી જોઈ શકાય છે, તેના કારણે કામ જલ્દી થાય છે, કામ કરતી વખતે દરેક બોટલ જોવી પડતી નથી.
પ્લાસ્ટિક રેપરને કેપની આસપાસથી કાઢી નાખવાથી અને તેને વાળીને બાંધવાથી ક્રૂ મેમ્બર્સને વધુ પકડ મળે છે. આનાથી વ્યસ્ત મુસાફરી દરમિયાન ચુસ્ત અથવા લપસણી બોટલ કેપ્સ ઝડપથી ખોલવાનું સરળ બને છે.
આ રીતે બાંધવાથી તેને પકડવામાં સરળતા
જ્યારે બોટલ પર ભેજ જમા થાય છે અને તે લપસણી બને છે, ત્યારે તેને આ રીતે બાંધવાથી તેને પકડવામાં સરળતા રહે છે. આ ફ્લાઇટ દરમિયાન ઉપયોગમાં લેવાતી સામાન્ય પદ્ધતિ છે, સત્તાવાર નિયમ નહીં.
કોઈ છેતરપિંડી નથી
આગલી વખતે જ્યારે તમે ફ્લાઇટમાં રેપરમાં લપેટાયેલી પાણીની બોટલ જુઓ છો, ત્યારે જાણો કે તે કોઈ છેતરપિંડી નથી. એર હોસ્ટેસ ઝડપી સેવા માટે આ કરે છે. તે તેમને વધુ ઝડપથી કામ કરવામાં મદદ કરે છે.