SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

1 નવેમ્બરથી બદલાઈ જશે આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર!

Rules Change : 1 નવેમ્બરથી દેશમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં નોન-BS6 વાહનો પર પ્રતિબંધ રહેશે, તો ફોન કોલ્સ માટે સરકારની સત્તાવાર કોલર આઈડી સિસ્ટમ અમલમાં આવશે અને LPG સિલિન્ડરના નવા ભાવ લાગુ થશે.

Written By Dilip Chaudhary
Published: Oct 26, 2026, 08:04 PM IST | Updated: Oct 26, 2026, 08:08 PM IST
Join

Rules Change : દરેક મહિનાની શરૂઆત દેશમાં એવા અનેક ફેરફારો લઈને આવે છે, જે સામાન્ય માણસના ખિસ્સા, રોજિંદા જીવન અને મુસાફરી પર સીધી અસર કરે છે. 1 નવેમ્બર, 2026થી કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો અમલમાં આવવા જઈ રહ્યા છે. સ્પામ કોલ્સથી રાહત આપવા માટેની નવી કોલર આઈડી સિસ્ટમથી લઈને દિલ્હીમાં જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ અને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર સુધી, શું શું બદલાવા જઈ રહ્યું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો

LPG સિલિન્ડર અને ફ્યુઅલના ભાવમાં ફેરફાર

દરેક મહિનાની પહેલી તારીખની જેમ જ સરકારી ઓઈલ અને ઊર્જા કંપનીઓ 1 નવેમ્બરે નવા ભાવ જાહેર કરશે. આમાં ઘરેલું અને વ્યાપારી એલપીજી સિલિન્ડરના નવા ભાવ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સીએનજી CNG, PNG અને જેટ ફ્યુઅલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે, જેની સીધી અસર મુસાફરીના ખર્ચ અને ઘરના બજેટ પર પડશે.

દિલ્હીમાં નોન-BS6 વાહનોના પ્રવેશ અને સંચાલન પર પ્રતિબંધ

શિયાળાની ઋતુમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારે તેના વિન્ટર એક્શન પ્લાન હેઠળ કડક પગલાં અમલમાં મૂક્યા છે. આ નિયમ 1 નવેમ્બર, 2026થી 31 જાન્યુઆરી, 2027 સુધી લાગુ રહેશે.

Jio ના જબરદસ્ત પ્લાન, 1 રિચાર્જ અને 3 મહિના ટેન્શન ફ્રી, કિંમત 329 રૂપિયાથી શરૂ

આ સમયગાળા દરમિયાન, દિલ્હીના રસ્તાઓ પર નોન-BS6 એટલે કે જૂના વાહનોના સંચાલન અને પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજધાનીમાં માત્ર BS6 માનક ધરાવતા વાહનો, ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને સીએનજી (CNG) સંચાલિત વાહનોને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ થઈ શકે છે.

કોલર આઈડી સિસ્ટમ અમલમાં આવશે

આજના સમયમાં છેતરપિંડીભર્યા અને સ્પામ કોલ્સ સામાન્ય જનતા માટે મોટી પરેશાની બની ગયા છે. આ સમસ્યામાંથી રાહત આપવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 1 નવેમ્બરથી દેશભરના 4G અને 5G નેટવર્ક પર એક સત્તાવાર કોલર આઈડી સેવા શરૂ કરવામાં આવશે.

જ્યારે પણ તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે, ત્યારે કોલ કરનારનું સાચું નામ જે ટેલિકોમ ડેટાબેઝ (KYC)માં નોંધાયેલું છે, તે તમારા ફોનની સ્ક્રીન પર દેખાશે. આ સુવિધા ઉપલબ્ધ હોવાથી, કોલ કરનારની ઓળખ જાણવા માટે તમારે હવે Truecaller જેવી થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES