લક્ઝરી કાર મેકર બેન્ટલે (Bentley) એ પોતાની ઈલેક્ટ્રિક એસયુવી ટોરકલની એક ખાસ એડિશન રજૂ કરી છે. આ કારને જાપાની સ્ટ્રીટવિયર ડિઝાઇનર હિરોશી ફુજિવારાની સાથે મળી તૈયાર કરવામાં આવી છે. આ કારના માત્ર 20 યુનિટ્સ જ દુનિયાભરમાં મળશે. આ કાર ટોરકલ એફઆરજીએમટી કમિશનના નામથી આવશે.
ખાસ વાત છે કે આ કારના સ્પેશિયલ એડિશનને કંપની ટોરકલના પ્રથમ બેઝની ડિલીવરી પહેલા જ રજૂ કરી છે. આ એસયુવી સંપૂર્ણ રીતે બ્લેક એક્સટીરિયર, ખાસ ડિઝાઇનવાળા એલોય વ્હીલ્સ અને એક્સક્લુઝિવ કેબિન ડિટેલ્સની સાથે આવે છે.
પરફોર્મંસની વાત કરીએ તો આ કાર દમદાર છે. તેના ટોપ વેરિએન્ટમાં 876 એચપીનો પાવર અને 1350 એનએમનો ટોર્ક મળે છે. બેન્ટલે ટોરકમની આ સ્પેશિયલ એડિશનને બેલુગા બ્લેક કલરમાં તૈયાર કરવામાં આવ્યું છે. કારમાં બ્લેક બેઝિંગ, બ્લેક ગ્રિલ અને 22 ઇંચના અલોય વ્હીલ્સ મળે છે.
આ વ્હીલ્સને ફોઝર્ડ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યા છે અને તેમાં કાર્બન ફાઇબર ઇન્સર્ટ્સ પણ મળે છે. બેન્ટલેની આ ખાસ ટોરકલનું એન્ટીરિયંર પણ ડાર્ક થીમ પર બેસ્ડ છે. તેમાં ઈમ્પીરિયલબ્લૂ અને બેલુગા બ્લેક ક્લર આપવામાં આવ્યો છે. આ સિવાય ક્રોસ-સ્ટિચિંગ અને પિયાનો બ્લેક ફિનિશિંગ દ્વારા કેબિનને ખાસ લુક આપવામાં આવ્યો છે.
બેન્ટલે ટોરકલના તમામ મોડલ્સમાં 113kWh ની બેટરી અને 800 વોલ્ટ ઈલેક્ટ્રિકલ આર્કિટેક્ચર આપવામાં આવ્યું છે. તેના સ્ટાન્ડર્ડ વર્ઝનમાં 810 એચપીનો પાવર અને 1194 એનએમનો ટોર્ક મળે છે. ટોરકલ એસ વર્ઝનમાં કાર વધુ આઉટપુટ અને ટોર્કની સાથે આવે છે.
આ કારનું વજન 2700 કિલોગ્રામ છે. આ કાર માત્ર 2.8 સેકેન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પડકે છે. કાર 400kW ના ડીસી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની પ્રમાણે તેને 10થી 80 ટકા સુધી માત્ર 20 મિનિટમાં ચાર્જ કરી શકાય છે.
હજુ આ કારની કિંમતનો ખુલાસો થયો નથી. કંપનીએ તે પણ નથી જણાવ્યું કે કારની આ એડિશનને ક્યા દેશોમાં વેચવામાં આવશે. અમેરિકામાં સ્ટાન્ડર્ડ ટોરકલ 2028 મોડલ તરીકે લોન્ચ થશે. કંપનીએ જણાવ્યું કે કારના ફર્સ્ટ ઇયર મોડલ પહેલા જ વેચાઈ ગયા છે.