SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વીજળીના મીટરમાં દેખાય આ સંકેતો તો સમજી જાવ... લાઈટ બિલ વધારે આવી રહ્યું છે!

વીજળી મીટર મોટા કામની વસ્તુ હોય છે. તેમાં કેટલાક એવા સંકેત જોવા મળે છે, જે જણાવે છે કે વીજળીનો વપરાશ વધુ થઈ રહ્યો છે અને વીજળીનું બિલ વધુ આવવાનું છે.

Written By Gokani Dhaval
Published: Sep 23, 2026, 07:31 PM IST | Updated: Sep 23, 2026, 07:34 PM IST
Join

વીજળીનું મીટર માત્ર યુનિટની ગણના કરવા કે વપરાશને દેખાડવા માટે હોતું નથી. તેમાં ઘણી એવી વસ્તુ હોય છે, જે કંઈક ગડબડી થવા પર સંકેત આપે છે. તેવામાં જાણીએ આખરે મીટરમાં એવું શું હોય છે, જેને જોઈ ખ્યાલ આવે છે કે ઓછા વપરાશ કરતા બિલ વધુ આવી રહ્યું છે.

વીજળીના મીટરમાં લાલ પલ્સ લાઇટ કે એલઈડી લાઇટ હોય છે. ક્યારેક-ક્યારેક તે ખુબ ઝડપથી સતત બ્લિંક કરવા લાગે છે. તેનો મતલબ થાય છે કે વીજળીનો વપરાશ વધુ થઈ રહ્યો છે કે ઘરમાં કોઈ ફોલ્ડ છે અથવા લીકેજ છે. કારણ કે લાલ એલઈડી જેટલી ઝડપથી ઝબકશે, તે સમયે વીજળીનો વપરાશ એટલો વધુ થશે.

જ્યારે ઘરમાં એક સાથે ઘણા વીજળી વપરાશ કરનાર ઉપકરણ ચાલી રહ્યાં હોય તો તમે જોશો કે તે ઝડપથી લબક-ઝબક થશે. જો કોઈ ભારે ડિવાઇસ વગર પણ તે સતત બ્લિંક કરી રહી છે તો ફોલ્ટ કે લીકેજ તરફ ઇશારો હોય છે. તે જાણવા માટે કેટલાક ટેસ્ટ કરવાના હોય છે. તેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે.

ફોલ્ટ જાણવાની આ ટ્રિકને ક્રીપ ટેસ્ટ કહેવામાં આવે છે. તે હેઠળ ઘરની તમામ ડિવાઇસ જેમ કે એસી, ટીવી, ફ્રીજ બંધ કરી દો. મેન એમસીબીને ચાલૂ રાખો. ત્યારબાદ પણ મીટરની લાલ લાઇટ ઝડપથી બ્લિંક કરી રહી છે તો તેનો અર્થ છે કે લીકેજ છે. આ સિવાય ઉપયોગ વગર લાઇટ બ્લિંક કરતી રહે અને યુનિટ વધવા લાગે તો તેને મીટર જંપ કહે છે. તેનો મતલબ છે કે મીટરમાં કોઈ ખામી છે.

તેથી જ્યારે પણ મીટરમાં આ લાલ એલઈડીને ઝડપથી બ્લિંક કરતી જુઓ તો સૌથી પહેલા જે જુઓ કે કોઈ ભારે વીજળી ડિવાઇસ તો ચાલૂ નથીને. જો તે નથી તો તેનો મતલબ છે કે કોઈ ફોલ્ટ કે લીકેજ છે. પરંતુ એક સાથે ઘણા ઉપકરણ ચાલી રહ્યાં છે તો આ લાઇટ બ્લિંક થતી રહેશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES