SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

તિલક કેપ્ટન, વૈભવ અને અભિષેકનો પણ સમાવેશ, રાઈઝીંગ સ્ટાર એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત

India Squad For Rising Stars Asia Cup: રાઈઝીંગ સ્ટાર એશિયા કપમાં ટીમ ઈન્ડીયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વૈભવ સુર્યવંશી અને અભિષેક શર્મા ટૂનામન્ટમાં ધમાકો મચાવતા નજર આવી શકે છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 02, 2026, 07:51 PM IST | Updated: Nov 02, 2026, 07:53 PM IST
Join

India Squad For Rising Stars Asia Cup: બીસીસીઆઈએ સોમવારના રોજ મેન્સ રાઈઝીંગ સ્ટાર એશિયા કપ માટે ઈન્ડીયા A ટીમની જાહેરાત કરવામાં આવી છે, મેનની સિલેક્શન કમિટીએ 19 નવેમ્બરના રોજ કતરના દોહીમાં શરૂ થનારી ટૂનામેન્ટ માટે 15 પ્લેયર્સની ટીમ પસંદ કરી છે. યુવા કેપ્ટન તિલક વર્માને કેપ્ટન બનાવ્યો છે, જ્યારે રજત પાટીદારને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર બેગ્લોર(RCB)ને બે વાર ચેમ્પિયન બનાવનાર રજત પાટીદારને આવનારી ટૂર્નામેન્ટ માટે મોટી જવાબદારી આપવામાં આવી છે.

વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માનો પણ સમાવેશ

વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માનો પણ ટીમમાં સમાવેશ થાય છે. 15 વર્ષીય વૈભવે તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં બે મેચ રમી હતી. પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો અભિષેક ભારતની સૌથી ટૂંકા ફોર્મેટ ટીમનો મુખ્ય ભાગ છે. ભારત A ને UAE, નેપાળ અને પાકિસ્તાન A સાથે B ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ Aમાં બાંગ્લાદેશ A, શ્રીલંકા, અફઘાનિસ્તાન, હોંગકોંગ અને ચીનનો સમાવેશ થાય છે. દરેક ગ્રુપમાંથી ટોપની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ફાઇનલ 29 નવેમ્બરે યોજાશે.

રિંકુ સિંહને તક, હર્ષિત રાણાની વાપસી

બેટ્સમેન રિંકુ સિંહ પણ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં રમતા જોવા મળશે. રિંકુને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર T20 શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્ર વિકેટકીપિંગ વિકલ્પો છે. ન્યૂઝીલેન્ડમાં રમનાર ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ દોહામાં એક્શનમાં રહેશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ટુર્નામેન્ટમાં ઝડપી બોલર હર્ષિત રાણાની વાપસી પણ થશે, જે ઇંગ્લેન્ડ પ્રવાસ પછી ઈજાને કારણે બહાર છે. શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ અને હર્ષ દુબે જેવા ખેલાડીઓ પણ ઇન્ડિયા A ટીમમાં છે.

બદલાઈ ગયો વન-ડે મેચનો સમય! ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI મેચ આટલા વાગ્યે થશે શરૂ

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઇન્ડિયા A ટીમ: 

તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રજત પાટીદાર (ઉપ-કેપ્ટન), રિંકુ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ અને અરશદ ખાન.

ઇન્ડિયા A ટીમમાં ગયા વખત કરતાં નોંધપાત્ર ફેરફાર

આગામી ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલ ઇન્ડિયા A ટીમમાં 2025ની ટીમની તુલનામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. 2025ની ટીમમાંથી ફક્ત વૈભવ સૂર્યવંશી, સૂર્યાંશ શેડગે અને હર્ષ દુબેને જાળવી રાખવામાં આવ્યા છે. પ્રિયાંશ આર્ય, અભિષેક પોરેલ, આશુતોષ શર્મા, નેહલ વાઢેરા, રમનદીપ સિંહ, સુયશ શર્મા, ગુર્જપનીત સિંહ, યુધવીર સિંહ, યશ ઠાકુર અને વિજયકુમાર વૈશાખને પડતા મૂકવામાં આવ્યા હતા. છેલ્લી વખત આ ટુર્નામેન્ટમાં જીતેશ શર્મા કેપ્ટન અને નમન ધીર વાઇસ કેપ્ટન હતા.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES