6 ઓવરમાં 118 રન: ટીમ ઇન્ડિયાએ રચ્યો નવો ઇતિહાસ, પાવરપ્લેમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Highest Total In Powerplay T20I: ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી20 મેચમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ બોલરોના છોતરા કાઢી નાખ્યા છે. બંનેએ પાવરપ્લેમાં વિસ્ફોટક બેટિંગ કરતા 6 ઓવરમાં 118 રન ફટકારી દીધા હતા.
ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ત્રીજી ટી20 મેચમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની જોડીએ 6 ઓવરમાં 118 રન ફટકારી દીધા હતા. આ કોઈપણ ફુલ મેમ્બર ટીમ માટે પાવરપ્લેનો સૌથી મોટો ટોટલ બની ગયો છે. આ રીતે ટીમ ઈન્ડિયાના નામે વિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 2024મા સ્કોટલેન્ડ વિરુદ્ધ એડિનબરામાં 113/1 રન બનાવ્યા હતા. કાંગારૂઓનો આ રેકોર્ડ ભારતે તોડી દીધો છે.
પાવરપ્લે બાદ પણ ભારતનો કમાલ
ભારતે પાવરપ્લે બાદ પણ આક્રમક બેટિંગ કરવાજનું યથાવત રાખ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં 8 ચોગ્ગા અને 10 સિક્સ સાથે પોતાની સદી પૂરી કરી હતી. ભારત માટે અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ 7.1 ઓવરમાં 133 રનની ભાગીદારી કરી હતી. સૂર્યવંશી 45 રન બનાવી આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 4 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી.