SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતે જાહેર કરી વનડે અને ટેસ્ટ ટીમ, ODIમા પણ શ્રેયસ અય્યર કેપ્ટન

ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક મળી છે. તો રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ મેદાનમાં રમતા જોવા મળશે.

Written By Gokani Dhaval
Published: Oct 16, 2026, 09:23 PM IST | Updated: Oct 16, 2026, 09:30 PM IST
Join

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર રમાનાર વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 5 મેચની વનડે સિરીઝની શરૂઆતી ત્રણ મેચમાં શુભમન ગિલ ટીમની આગેવાની કરશે, જ્યારે અંતિમ બે વનડેમાં શ્રેયસ અય્યર કમાન સંભાળશે. તો ટેસ્ટ સિરીઝ માટે નિયમિત કેપ્ટન શુભમન ગિલ ટીમની આગેવાની કરશે.

ભારતની વનડે ટીમઃ શરૂઆતી ત્રણ મેચ માટે

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, નિતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બરાર, રુતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા*, કુલદીપ યાદવ

ભારતની વનડે ટીમઃ ચોથી અને પાંચમી મેચ માટે

શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર, વાઇસ કેપ્ટન), નિતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બરાર, ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસવી જાયસવાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડ્ડિકલ, રિષભ પંત (વિકેટકીપર)*, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, અંસુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

* આ ખેલાડીઓનું રમવું ફિટનેસ પર નિર્ભર

આ પણ વાંચોઃ ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં ડાયરેક્ટ એન્ટ્રી, ન્યુઝીલેન્ડ જતા પહેલા જ મળ્યો મોકો

વનડે સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ વનડેઃ 4 નવેમ્બર- ઓકલેન્ડ, ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકથી

બીજી વનડેઃ 7 નવેમ્બર- વેલિંગટન, ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકથી

ત્રીજી વનડેઃ 10 નવેમ્બર- હેમિલ્ટન, ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકથી

ચોથી વનડેઃ 13 નવેમ્બર, માઉન્ટ મૌનગાનુઈ, ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકથી

પાંચમી વનડેઃ 15 નવેમ્બર, માઉન્ટ મૌનગાનુઈ, ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકથી

ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટઃ 19 નવેમ્બરથી, વેલિંગટન, ભારતીય સમયાનુસાર વહેલી સવારે 3.30 કલાકથી

બીજી ટેસ્ટઃ 27 નવેમ્બરથી, ક્રાઈસ્ટચર્ચ, ભારતીય સમયાનુસાર વહેલી સવારે 3.30 કલાકથી

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES