'હું રિટાયર થવાનો છું...' રોહિત શર્માએ નિવૃત્તિ અંગેની અફવાઓ પર પહેલીવાર તોડ્યું મૌન
Rohit Sharma : રોહિત શર્માએ પોતાની નિવૃત્તિ અંગેના અહેવાલો પર પહેલીવાર મૌન તોડ્યું છે. હિટમેને તેના ટીવી શો 'ફેમિલી ફૂલ હાઉસ વિથ રોહિત શર્મા'માં આ વિષય પર વાત કરી હતી. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન તેની નિવૃત્તિ અંગેના અહેવાલો સામે આવ્યા હતા.
Rohit Sharma : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ પોતાની નિવૃત્તિ અંગેના અહેવાલો પર મૌન તોડ્યું છે. 'હિટમેન' તરીકે જાણીતા રોહિતે પોતાના જ શોમાં આ વિષય પર વાત કરી અને નિવૃત્તિની અફવાઓનો હસીને જવાબ આપ્યો.
અફવાઓ પર પહેલીવાર તોડ્યું મૌન
ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે લોર્ડ્સના મેદાન પર રમાનારી શ્રેણીની અંતિમ મેચ રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ બની રહેશે. લોર્ડ્સમાં રમાયેલી તે જ મેચમાં હિટમેન શાનદાર સદી ફટકારી હતી, જેના પગલે એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ સદીએ તેની કારકિર્દીને એક રીતે બચાવી લીધી છે.
IND vs NZ: ત્રીજી T20માં કપાશે આ 2 ખેલાડીઓનું પત્તુ! જાણો કોને મળશે તક
સોશિયલ મીડિયા અને મીડિયામાં આ અંગે ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ રોહિત અત્યાર સુધી આ બાબતે ચૂપ રહ્યો હતો. જોકે, હવે તેણે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે અને નિવૃત્તિની વાતોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે. તેણે પોતાના ટીવી શો ફેમિલી ફૂલ હાઉસ વિથ રોહિત શર્મામાં આ ખુલાસો કર્યો હતો.
રોહિતે પહેલીવાર નિવૃત્તિની અફવાઓ પર ખુલીને વાત કરી
હિટમેનના આ શોમાં અભિનેત્રી કરિશ્મા કપૂર અને અભિનેતા ચંકી પાંડે ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે એક ચાહકે તેને પૂછ્યું કે તેણે પોતાના વિશે સાંભળેલી સૌથી જાણીતી અફવા કઈ છે, ત્યારે કરિશ્મા કપૂરે પોતાની ડાયટ વિશેની અફવાઓનો ઉલ્લેખ કર્યો, જ્યારે ચંકી પાંડેએ પોતાના વિશે લાંબા સમયથી ચાલતી કંજૂસ હોવાની અફવા પર વાત કરી. આ દરમિયાન, રોહિતે પણ પોતાના વિશે ચાલી રહેલા અહેવાલો પર પોતાના વિચારો રજૂ કર્યા.
રોહિત શર્માએ શું કહ્યું?
રોહિત શર્માએ કહ્યું કે, મારા વિશે એક અફવા જે મેં ભૂતકાળમાં સાંભળી હતી અને હજુ પણ સાંભળું છું, તે એ છે કે હું નિવૃત્ત થવાનો છું. મને આશા છે કે આપણા ત્રણેય વિશે ફેલાયેલી આ તમામ અફવાઓ હવે ખોટી સાબિત થઈ ગઈ હશે.
એવી પણ ઘણી અટકળો હતી કે તે સમયના ચીફ સિલેક્ટર અજીત અગરકર ઈચ્છતા હતા કે રોહિત શર્મા 2027ના વન-ડે વર્લ્ડ કપમાં ના રમે અને તેના બદલે યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવાની યોજના હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અગરકરે સાઉથ ઝોનના પસંદગીકાર પ્રજ્ઞાન ઓઝા મારફતે રોહિતને આ મેસેજ પહોંચાડ્યો હતો. જોકે, રોહિતે હવે આ અહેવાલોને માત્ર અફવા ગણાવીને નકારી કાઢ્યો છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન સૌની નજર રોહિત પર રહેશે
રોહિત શર્મા હવે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર મેદાનમાં જોવા મળશે, જ્યાં ટીમ ઈન્ડિયા પાંચ મેચની વન-ડે શ્રેણી રમવાની છે. આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપના સંદર્ભમાં આ શ્રેણી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. રોહિત આ પ્રવાસને સંપૂર્ણ સફળ બનાવવાનો પ્રયાસ કરશે. તેની સાથે ચાહકોની નજર વિરાટ કોહલી પર પણ રહેશે. 'રોકો' તરીકે જાણીતી રોહિત અને કોહલીની આ જોડી હવે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમે છે.