રન ન બનતાં પરેશાન હતો વૈભવ, આ ખેલાડીની 30 મિનિટની શિખામણનો જાદુ! પછી 204 રન ફટકારી રચ્યો ઇતિહાસ
Vaibhav Suryavanshi: હાલ એશિયા કપ રાઈઝીંગ સ્ટાર્સ 2026 50 ઓવરની ઓડીઆઈ ટુર્નામેન્ટ કતારના દોહામાં ચાલી રહી છે. જ્યાં મંગળવારે 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ યુએઈ વિરુદ્ધ ઐતિહાસિક ઈનિંગ રમી અને અનેક રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા. વૈભવે મેચ બાદ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
15 વર્ષના બેટર વૈભવ સૂર્યવંશીએ મંગળવારે યુએઈ વિરુદ્ધ એક ધમાકેદાર ઈનિંગ રમી અને માત્ર 53 બોલમાં અણનમ 204 રન કર્યા. આ દરમિયાન વૈભવે 28 ચગ્ગા ફટકાર્યા હતા. વૈભવની આ વિસ્ફોટક ઈનિંગના દમ પર ભારત Aએ માત્ર 14.2 ઓવરમાં નિર્ધારિત લક્ષ્યાંક 250 રન હાંસલ કરી લીધો. પણ આ બધા વચ્ચે એક ખાસ વાત એ સામે આવી કે વૈભવે આ તોફાની ઈનિંગ રમતા પહેલા એક દિગ્ગજ ખેલાડી સાથે વાત કરી હતી. બીસીસીઆઈએ બુધવારે વૈભવ સાથે વાતચીતનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં 15 વર્ષના બેટરે કહ્યું કે છેલ્લી કેટલીક મેચોમાં તે રન ન થવાથી ઘણો પરેશાન હતો.
અધધ! 28 સિક્સ, 7 ફોર અને 204 રન... સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં ફટકારી બેવડી સદી, તૂટ્યા અનેક રેકોર્ડ
વૈભવે આ દિગ્ગજ સાથે કરી હતી વાત
રન ન થવાથી પરેશાન વૈભવે કહ્યું કે વારંવાર ધ્યાન ભટકતું હતું. વૈભવ સૂર્યવંશીએ જણાવ્યું કે મેચ પહેલા તેણે પિતા, કોચ અને એક મિત્ર તથા દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ સાથે વાત કરી હતી. યુવરાજ સિંહને વૈભવ પોતાના આદર્શ માને છે. વૈભવે જણાવ્યું કે તેણે યુવરાજ સિંહ સાથે પોતાની બેટિંગની પરેશાનીઓ વિશે ખુલીને વાત કરી હતી. કહ્યું કે "જ્યારે ક્રીઝ પર આવું છું ત્યારે આવી આવી પરેશાનીઓ થાય છે. પછી સરે લગભગ 30 મિનિટ સુધી સમજાવ્યું અને ચીજોને સરળ બનાવી." યુવરાજે તેને અનેક ટેક્નિકલ વાતો સમજાવી અને બેટિંગ અંગે કેટલીક સલાહ પણ આપી.
વૈભવના જણાવ્યાં મુજબ યુવરાજે કહ્યું હતું કે જો તે 20 બોલ સુધી ટકી જાય તો સ્કોર અલગ જ હશે. વૈભવે કહ્યું કે "યુવરાજસરે મને ટેકનિકલ ખામીઓ જણાવી અને તેને સુધારવા માટે સૂચનો પણ આપ્યા. તેમની સાથે વાત કર્યા બાદ તેમના જણાવેલા પોઈન્ટ્સ પર ધ્યાન આપ્યું."
ICC એ શુભમન ગિલને આપ્યો ઝટકો: ક્રિકેટમાં 'થૂંક' ના ઉપયોગ પર પ્રતિબંધ યથાવત રહેશે
પોતાની જૂની મેચોના વીડિયો જોયા
વૈભવે યુવરાજ સિંહને પોતાના આદર્શ ગણાવતા કહ્યું કે, યુવરાજ સિંહ પાસેથી મળલી સલાહ તેણે બેટિંગમાં ઉતારવાની કોશિશ કરી. આ ઉપરાંત પોતાની જૂની ભૂલોને સુધારવા માટે તેણે પોતાના જૂની મેચોના વીડિયો પણ જોયા.
તેણે વીડિયો દ્વારા એ સમજવાની કોશિશ કરી કે બેટિંગ દરમિયાન તે ક્યાં શું ભૂલ કરતો હતો અને ત્યારબાદ આ ભૂલો તેણે દૂર કરવાની કોશિશ કરી. વૈભવની ઐ તૈયારીઓ મેદાન ઉપર પણ જોવા મળી. તેણે યુએઈને ધૂળ ચટાડતા માત્ર 53 બોલમાં 204 રનની ઐતિહાસિક ઈનિંગ ખેલી.