SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રણજી ટ્રોફીમાં મોટો વિવાદ, એવું તો શું થયું કે રાતોરાત બદલવી પડી ટીમ, જાણી લો કારણ

Ranji Trophy Controversy : મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં ચાલી રહેલા આંતરિક ઝઘડાની અસર રણજી ટ્રોફી ટીમ પર પડી છે. નાગાલેન્ડ સામેની પ્લેટ ડિવિઝન મેચના પહેલાં સમગ્ર ટીમ બદલવામાં આવી. ત્યારે શું છે આ સમગ્ર ઘટના, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Nov 04, 2026, 05:35 PM IST | Updated: Nov 04, 2026, 05:49 PM IST
Join

Ranji Trophy Controversy : મેઘાલય ક્રિકેટ એસોસિએશન (MCA)માં રણજી ટ્રોફીને લઈને એક મોટો વિવાદ સર્જાયો છે. નાગાલેન્ડ સામેની પ્લેટ ડિવિઝન મેચ પહેલાં જ આખી ટીમ બદલી નાખવામાં આવી અને નવી ટીમની જાહેરાત મેચના માત્ર બે દિવસ પહેલાં કરવામાં આવી. મેઘાલયની મૂળ ટીમે પ્રથમ ત્રણ મેચ રમી હતી. જેમાં એક જીત પણ મેળવી હતી અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતી. ખેલાડીઓ ચોથી મેચ માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે મેઘાલય હાઈકોર્ટના એક ચુકાદા બાદ MCA પ્રમુખ જેમ્સ સાંગમાએ સંપૂર્ણપણે નવી ટીમની પસંદગી કરી.

IND vs NZ: પ્રથમ વનડેમાં બદલાઈ જશે ભારતીય ટીમ, આ બે ખેલાડીઓનું કપાશે પત્તુ! જાણો કોને મળશે તક

MCA પ્રમુખ અને સચિવ વચ્ચે સંઘર્ષ

આ વિવાદની મૂળમાં MCA પ્રમુખ જેમ્સ સાંગમા અને સચિવ રેનોલ્ડ્સ ખરકમની વચ્ચે ચાલી રહેલી સત્તાની લડાઈ છે. રાજ્યની અંડર-23 મહિલા ટીમના ખેલાડીઓ સાથે જાતીય સતામણીની ફરિયાદો પર કાર્યવાહી ન કરવાના આરોપો બાદ ખરકમનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શનને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે મેઘાલય હાઈકોર્ટે શિસ્તભંગની આ કાર્યવાહીને યથાવત રાખી હતી. કોર્ટે ખરકમનીના નિર્ણયોને અમાન્ય ઠેરવ્યા. જેમાં MCAની એપેક્સ કાઉન્સિલ દ્વારા રણજી ટીમની પસંદગીનો પણ સમાવેશ થાય છે. પરિણામે સાંગમાના ગ્રુપે નાગાલેન્ડ સામેની મેચ માટે નવી ટીમ પસંદ કરી.

મેચ પહેલાં ખેલાડીઓએ મેચ રેફરી અરિંદમ સરકાર સાથે પણ એક બેઠક કરી હતી. રેફરીએ તેમને ખાતરી આપી હતી કે એકવાર તેમની ટીમને BCCI તરફથી મંજૂરી મળી જાય, પછી તેઓ મેચમાં રમી શકશે. જોકે, તે જ સાંજે ખેલાડીઓને એક ફોન આવ્યો, જેમાં તેમને જણાવવામાં આવ્યું કે તેઓ મેદાનમાં ઉતરી શકશે નહીં, કારણ કે હાઈકોર્ટે તેમની ટીમને ગેરકાયદેસર જાહેર કરી છે.

ક્રિકેટર રાહુલ દલાલે શું કહ્યું?

ટીમમાંથી બહાર કરાયેલા બેટ્સમેન રાહુલ દલાલે આ નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે 41 ફર્સ્ટ-ક્લાસ મેચો રમી છે. તેણે કહ્યું કે, શુક્રવારે નિર્ણય પ્રમુખની તરફેણમાં આવ્યો. અમે શનિવારે અને રવિવારે પ્રેક્ટિસ માટે ગયા હતા. અમને લાગ્યું કે અમે જ રમીશું, કારણ કે અમે અગાઉના ત્રણ રાઉન્ડમાં ભાગ લીધો હતો. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે ચોથી મેચના માત્ર બે દિવસ પહેલાં આવું કંઈક થશે. અમે મેદાન પર ગયા, પ્રેક્ટિસ કરી અને રવિવારે જ્યારે પાછા ફર્યા ત્યારે જાણવા મળ્યું કે અમારા ગયા પછી બીજી ટીમે પણ ત્યાં પ્રેક્ટિસ કરી હતી.

સોશિયલ મીડિયા પર ટીમની જાહેરાત

રાહુલ દલાલે જણાવ્યું કે, શરૂઆતમાં નવી ટીમમાંથી માત્ર થોડા જ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. અધિકારીઓએ સૂચન કર્યું હતું કે મૂળ ખેલાડીઓ નવા ગ્રુપમાં જોડાઈ જાય, પરંતુ મૂળ ટીમના ખેલાડીઓએ સાથે જ રહેવાનો નિર્ણય લીધો. બાદમાં રાત્રે લગભગ 11 વાગ્યે તેમને જાણ કરવામાં આવી કે તમામ નવા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર નવી ટીમની જાહેરાત કરવામાં આવી.

મેદાન છોડતા પહેલા મૂળ ખેલાડીઓએ શુભેચ્છા પાઠવી

રાહુલ દલાલે ઉલ્લેખ કર્યો કે મૂળ ખેલાડીઓ પોતાની કિટ બેગ લેવા માટે મેદાન પર ગયા હતા, તેમણે નવી ટીમના સભ્યો સાથે હાથ મિલાવ્યા અને તેમને શુભેચ્છા પાઠવીને ત્યાંથી વિદાય લીધી. તેમણે કહ્યું કે ટીમે અગાઉ ત્રણ મેચ રમી હતી. જેમાં એક મહત્વપૂર્ણ જીતનો પણ સમાવેશ થાય છે અને ટીમમાં થયેલા આ અચાનક અને સંપૂર્ણ ફેરફારને કારણે તમામ ખેલાડીઓ ખૂબ જ દુઃખી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES