ભારત છેલ્લી T20 મેચ હાર્યું, ન્યુઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં જીતી મેચ, ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ કરી કબજે
India vs New Zealand 5th: હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 191 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો, જેમાં ટિમ સીફર્ટે 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
India vs New Zealand 5th: ભારત સામેની પાંચ મેચોની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીત નોંધાવી. ન્યૂઝીલેન્ડ માટે ટિમ સીફર્ટે 93 રન ફટકાર્યા, જ્યારે ગ્લેન ફિલિપ્સે પણ અણનમ 65 રનનું યોગદાન આપ્યું અને અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો.
ભારત છેલ્લી T20 મેચ હાર્યું, ન્યુઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં જીતી મેચ, ટીમ ઈન્ડિયા 3-2થી જીતી સિરીઝ
ન્યુઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં જીતી મેચ
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી 191/8 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં ન્યૂઝીલેન્ડે 18 ઓવરમાં 195/3 રન બનાવીને જીત હાંસલ કરી. ભારતે શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લી બે મેચ પોતાના નામે કરી.
શ્રેણીની પ્રથમ બે મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી, જેમાં ભારતે બંને મેચ 4 વિકેટના અંતરે જીતી હતી. ત્યારબાદ વેલિંગ્ટનમાં ભારતે 6 વિકેટે વિજય મેળવ્યો. ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડે વાપસી કરી અને 87 રનથી જીત નોંધાવી.
ટિમ સીફર્ટ અને ગ્લેન ફિલિપ્સની ધમાકેદાર ઇનિંગ્સ
192 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડે ટિમ સીફર્ટની મદદથી શાનદાર શરૂઆત કરી. જોકે તેનો ઓપનિંગ સાથી ફિન એલન માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ સીફર્ટે ડેરીલ મિશેલ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી લીધી. મિશેલે 16 બોલમાં 29 રન બનાવ્યા. ત્યારબાદ, ગ્લેન ફિલિપ્સ મેદાનમાં આવ્યો અને સીફર્ટ સાથે મળીને એક યાદગાર ઇનિંગ્સ રમી. સીફર્ટે 50 બોલમાં 93 રન બનાવ્યા. તેની આ ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા.
ભારતના બોલરો મોંઘા સાબિત થયા
બીજી તરફ ગ્લેન ફિલિપ્સ 38 બોલમાં 65 રન બનાવીને અણનમ રહ્યો, તેની આ ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. ફરી એકવાર ભારતના તમામ બોલરો ખૂબ જ મોંઘા સાબિત થયા. નીતિશ રેડ્ડી, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે એક-એક વિકેટ ઝડપી હતી, પરંતુ કોઈ પણ બોલર રન રેટને નિયંત્રણમાં રાખી શક્યો નહીં. વધુમાં આ મેચમાં ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ અત્યંત નબળી રહી હતી.
ઈશાન કિશનની શાનદાર ઈનિંગ
ઈશાન કિશન બેસ્ટ ફોર્મમાં જોવા મળ્યો અને તેણે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 32 બોલમાં 61 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જેમાં તેણે 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. બીજી તરફ શ્રેયસ અય્યરે 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તે 23 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો. તિલક વર્મા ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં અને માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો.