SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

T20માં ભારતીય મહિલા ટીમનો નવો વર્લ્ડ રેકોર્ડ, 100થી વધુ છગ્ગા ફટકારી રચ્યો ઈતિહાસ

Indian women's cricket Team : ભારતે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે એશિયન ગેમ્સ 2026માં શ્રીલંકા સામેની ફાઈનલ મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.

Written By Dilip Chaudhary
Published: Sep 23, 2026, 10:08 PM IST | Updated: Sep 23, 2026, 10:18 PM IST
Join

Indian women's cricket Team : હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 22 સપ્ટેમ્બરે રમાયેલી ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 147 રનથી કારમી હાર આપી હતી. 216 રનનો વિશાળ સ્કોર ખડક્યા બાદ ભારતે શ્રીલંકાને 15.4 ઓવરમાં 69 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

શ્રીલંકા સામેની આ મેચમાં ભારતે પોતાની ઇનિંગમાં કુલ 13 છગ્ગા ફટકાર્યા હતા. જે ભારતીય મહિલા ટીમ દ્વારા T20 ઇનિંગમાં ફટકારવામાં આવેલા અત્યાર સુધીના સૌથી વધુ છગ્ગા હતા. આ સાથે એક નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. ભારતે છગ્ગા ફટકારવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ મામલે ભારત પ્રથમ ટીમ બની

મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 100 છગ્ગા ફટકારનારી ભારત પ્રથમ ટીમ બની છે. ભારતે 2026માં અત્યાર સુધીમાં 110 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ ભારતે એક કેલેન્ડર વર્ષમાં પચાસથી વધુ છગ્ગા ફટકારવાની સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી હતી, પરંતુ ક્યારેય 70નો આંકડો પાર કર્યો નહોતો.

સૌથી વધુ છગ્ગા ફટકારનારી ટીમોની યાદીમાં ભારત પછી દક્ષિણ આફ્રિકા આવે છે, તેણે ચાલુ વર્ષમાં 77 છગ્ગા ફટકાર્યા છે. પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે 2026માં 63 છગ્ગા ફટકાર્યા છે. પાકિસ્તાને એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેચમાં બાંગ્લાદેશને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મહિલા T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર

110 - ભારત (2026)

77 - દક્ષિણ આફ્રિકા (2026)

67 - ભારત (2018)

65 - ભારત (2022)

63 - પાકિસ્તાન (2026)

60 - દક્ષિણ આફ્રિકા (2018)

54 - બાંગ્લાદેશ (2026)

54 - ભારત (2024)

54 - દક્ષિણ આફ્રિકા (2024)

52 - શ્રીલંકા (2024)

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ

ગોલ્ડ મેડલ જીત્યા પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે આશા વ્યક્ત કરી હતી કે તેમની ટીમની જીત એશિયન ગેમ્સ 2026માં દેશ માટે વધુ ગોલ્ડ મેડલ જીતવાનો માર્ગ મોકળો કરશે. વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ હતો. હરમનપ્રીતે પત્રકારોને કહ્યું કે, ગોલ્ડ મેડલ જીતીને ખૂબ આનંદ થાય છે. તે દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે. અમારી ટીમે ગોલ્ડ મેડલ જીતવાનો માર્ગ મોકળો કર્યો છે. ભારત જેટલા વધુ ગોલ્ડ મેડલ જીતશે, તેટલું જ અમારા માટે સારું રહેશે.

તેણે વધુમાં ઉમેર્યું કે, મારા અને સમગ્ર ટીમ માટે આ એક મોટી સિદ્ધિ છે કે અમે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે અમે અહીં આવ્યા ત્યારથી અમારું એક જ લક્ષ્ય હતું ગોલ્ડ મેડલ જીતીને ઘરે પાછા ફરવું. અમે અમારા ત્રિરંગાને ગર્વથી લહેરાતો જોવા અને રાષ્ટ્રગીત વાગતું સાંભળવા માંગતા હતા.

Add Zee News as a Preferred Source

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES