SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'હું કોઈનાથી ડરતો નથી...' સિરીઝ જીત્યા બાદ કોચ ગૌતમ ગંભીર કોના પર થયા ગુસ્સે?

Gautam Gambhir : રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારવા છતાં ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી. આ જીત બાદ કોચ ગૌતમ ગંભીર આક્રમક અંદાજમાં જોવા મળ્યા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી.

Written By Dilip Chaudhary
Published: Nov 01, 2026, 08:42 PM IST | Updated: Nov 01, 2026, 08:45 PM IST
Join

Gautam Gambhir : ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક T20 શ્રેણીમાં 3-2થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. શ્રેણી સમાપ્ત થયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

છેલ્લી T20માં કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન શ્રેયસ અય્યરે કોના પર ફોડ્યું હારનું ઠીકરું

જ્યારે તેમને ટીમની રણનીતિ, ટીકાઓ અને ખેલાડીઓની પસંદગી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ગંભીરે ટૂંકમાં અને સ્પષ્ટ જવાબ આપ્યો. પોતાની આગવી આક્રમક શૈલીમાં તેમણે કહ્યું કે, જ્યારે કોચિંગ અભિગમ કે નિર્ણયો લેવાની વાત આવે છે, ત્યારે તેઓ કોઈનાથી ડરતા નથી.

"દબાણ હેઠળ કામ કરવું એ મારા સ્વભાવમાં નથી"

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદથી ગૌતમ ગંભીર તેના કડક વલણ અને હાજર જવાબી નિવેદનો માટે જાણીતા બન્યા છે. જ્યારે મીડિયાએ ટીમ દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો અને પ્લેઈંગ ઈલેવનમાં વારંવાર થતા ફેરફારો વિશે પ્રશ્નો પૂછ્યા, ત્યારે ગંભીરે સ્પષ્ટ કર્યું કે તેઓ બહારની ટીકાઓ કે વાતોથી જરાય વિચલિત થતા નથી.

ભારત છેલ્લી T20 મેચ હાર્યું, ન્યુઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં જીતી મેચ, ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ કરી કબજે

ડરીને ક્રિકેટ રમવું એ ભારતીય ટીમની સંસ્કૃતિનો ભાગ નથી

ગંભીરે ભારપૂર્વક કહ્યું કે તેમનું મુખ્ય ધ્યાન એક નિર્ભય ટીમ તૈયાર કરવાનું છે. એવી ટીમ જે વિશ્વમાં ગમે ત્યાં અને કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માટે સક્ષમ હોય.

ગંભીરે ખુલ્લેઆમ જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓ પર ભરોસો રાખવામાં અને તેમને પોતાની નેચરલ રમત રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં માને છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હાર-જીત એ રમતનો એક ભાગ છે, પરંતુ ડરીને ક્રિકેટ રમવું એ ક્યારેય ભારતીય ટીમની સંસ્કૃતિનો ભાગ ન હોઈ શકે.

કિવી ટીમની શાનદાર વાપસી

ભારતે પાંચ મેચોની આ T20 શ્રેણીની શરૂઆત પ્રથમ મેચ જીતીને શાનદાર રીતે કરી હતી, જે આખરે તેમને 3-2થી શ્રેણી જીતવામાં મદદરૂપ થઈ. જોકે, શ્રેણીની અંતિમ મેચોમાં કિવી ટીમે જોરદાર વાપસી કરી હતી. ગ્લેન ફિલિપ્સે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી અને પાંચ મેચોમાં કુલ 341 રન બનાવ્યા. તેની બેટિંગને કારણે ન્યૂઝીલેન્ડ છેલ્લી બે મેચ જીતવામાં સફળ રહ્યું.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES