SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અભિષેક શર્માની વિસ્ફોટક સદી, ત્રીજી ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સિરીઝમાં 3-0થી આગળ

ભારતે પાંચ મેચની ટી20 સિરીઝના ત્રીજા મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ભારત તરફથી અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી તો વૈભવ સૂર્યવંશીએ 45 રન બનાવ્યા હતા

Written By Gokani Dhaval
Published: Oct 27, 2026, 03:32 PM IST | Updated: Oct 27, 2026, 03:39 PM IST
Join

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી20 મેચમાં 6 વિકેટે જીત મેળવી પાંચ મેચની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે વેલિંગ્ટન ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને કારમો પરાજય આપ્યો છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 198 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતે 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

પાવરપ્લેમાં છવાયા અભિષેક-સૂર્યવંશી

 ભારતે આજે સંજૂ સેમસનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરવા મોકલ્યો હતો. બંનેએ પ્રથમ ઓવરથી વિસ્ફોટક શરૂઆત કરી હતી. ભારતે પાવરપ્લેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા છ ઓવરમાં 118 રન ફટકારી દીધા હતા. ન્યૂઝીલેન્ડના તમામ બોલરો સામે બંનેએ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશી આખરે 19 બોસમાં 44 રન બનાવી આઉટ થયો હતો.

અભિષેક શર્માની 35 બોલમાં સદી

અભિષેક શર્માએ કમાલની બેટિંગ કરી હતી. અભિષેકે પાવરપ્લેમાં જ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. ત્યારબાદ પણ તેણે સિક્સનો વરસાદ કર્યો હતો. અભિષેકે 10મી ઓવરમાં માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. અભિષેક શર્મા 38 બોલમાં 11 સિક્સ અને 9 ચોગ્ગા સાથે 113 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર 5 રન બનાવી સેન્ટરનો શિકાર બન્યો હતો.

અંતમાં ભારતની સ્લો બેટિંગ

વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા આઉટ થયા બાદ અંતમાં ભારતની બેટિંગ થોડી ધીમી પડી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર 5 રન બનાવી સેન્ટરનો શિકાર બન્યો હતો. સંજૂ સેમસન 18 રન બનાવી આઉટ થયો હતો. નમન ધિરે વિજયી ચોગ્ગો ફટકારી ભારતને જીત અપાવી હતી.

ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં બનાવ્યા 198 રન

આ પહેલાં ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને ટિમ સેઇફર્ટ 2 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરલ મિચેલે 52 બોલમાં 5 ફોર અને 5 સિક્સ સાથે અણનમ 89 રન ફટકાર્યા હતા. જ્યારે ફિન એલેન 25 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો.

ગ્લેન ફિલિપ્સ પણ 17 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય બેવોન જેકબ્સે 23 બોલમાં અણનમ 39 રન ફટકાર્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES