SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IND vs NZ: રોમાંચક મુકાબલામાં અંતે ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ પલટી બાજી

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. ન્યુઝીલેન્ડ સામેની આ બીજી T20 મેચ પણ ભારતે જીતી લીધી છે. ન્યુઝીલેન્ડે ભારતને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Written By Dilip Chaudhary
Published: Oct 24, 2026, 04:16 PM IST | Updated: Oct 24, 2026, 04:31 PM IST
Join

IND vs NZ: ન્યુઝીલેન્ડના હેગલી ઓવલ ખાતે T20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું, એક સમયે ભારતની જીત મુશ્કેલ લાગી રહી હતી, ત્યારે તિલક વર્માની તોફાની ફિફ્ટીની મદદથી ભારતે બીજી મેચ પણ જીતી લીધી છે. આ સાથે ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ થઈ ગઈ છે.

IND vs NZ: ત્રીજી T20માં પણ નહીં રમી શકે ઈશાન કિશન? ઈજા પર આવ્યું મોટું અપડેટ

તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ અપાવી જીત

તિલક વર્માએ નીતિશ કુમાર રેડ્ડી સાથે મળીને મેચનું પાસું પલટી નાખ્યું. આ જોડીએ સાતમી વિકેટ માટે માત્ર 30 બોલમાં અણનમ 69 રન જોડ્યા. તિલકે 26 બોલમાં અણનમ 51 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે નીતિશે 200ના સ્ટ્રાઈક રેટથી અણનમ 26 રનનું યોગદાન આપ્યું.

આ જ મેદાન પર રમાયેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં પણ શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. તે મુકાબલામાં ભારતે 226 રનના ટાર્ગેટને સફળતાપૂર્વક પાર કર્યો હતો.

કેવી રહી ભારતની બેટિંગ

ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. સંજુ સેમસન માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો, જેને જેકબ ડફીએ પેવેલિયન ભેગો કર્યો. ત્યારબાદ, નાથન સ્મિથે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા વૈભવ સૂર્યવંશીને 4 રનના સ્કોર પર આઉટ કરી દીધો.

ભારતીય ટીમને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે અભિષેક શર્મા કિવી કેપ્ટન મિશેલ સેન્ટનરની ઓવરમાં 21 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો. આ ઉપરાંત સેન્ટનરે શ્રેયસ અય્યર અને અક્ષર પટેલને પણ આઉટ કર્યા, જેના કારણે એક સમયે ભારતનો સ્કોર 70/5 પર આવી ગયો હતો.

નમન ધીરે પણ શાનદાર બેટિંગ કરી

નમન ધીરે કેટલાક મોટા શોટ્સ રમીને ભારતની આશાઓ વધારી, પરંતુ તે પણ મિશેલ સેન્ટનરની જાળમાં ફસાઈ ગયો. નમને માત્ર 17 બોલમાં 31 રન બનાવ્યા, જેમાં ત્રણ સિક્સ અને એક ચોગ્ગાનો સમાવેશ થતો હતો. 112 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ પડ્યા બાદ, નીતિશ કુમાર રેડ્ડી ક્રિઝ પર આવ્યો અને તિલક વર્મા સાથે શરૂઆતમાં સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને ત્યારબાદ તેમની રણનીતિ બદલી અને ભારતને જીત અપાવી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES