હર્ષિત રાણાએ ગુમાવ્યો પિત્તો... લાઈવ મેચમાં પાકિસ્તાની ખેલાડી સાથે બબાલ! જુઓ Video
IND A vs PAK A: ACC મેન્સ રાઇઝિંગ એશિયા કપ 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની મેચ દરમિયાન બંને પક્ષના ખેલાડીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર હર્ષિત રાણા અને પાકિસ્તાની ઓપનર માઝ સદાકત વચ્ચે બબાલ થઈ હતી.
IND A vs PAK A: ACC મેન્સ રાઈઝિંગ એશિયા કપ 2026 દરમિયાન ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની મેચમાં તંગ વાતાવરણ જોવા મળ્યું. મેદાન પર ભારતીય સ્ટાર બોલર હર્ષિત રાણાએ પિત્તો આપો ગુમાવ્યો હતો. તેની અને પાકિસ્તાની ઓપનરો વચ્ચે થયેલી બોલાચાલી કેમેરામાં કેદ થઈ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.
હાર્દિક પંડ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના વધુ એક દિગ્ગજની પંજાબ કિંગ્સમાં થશે એન્ટ્રી, ટૂંક સમયમાં થશે જાહેરાત
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન માટે શામિલ હુસૈન અને માઝ સદાકતે ઇનિંગની શરૂઆત કરી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી. પાકિસ્તાની ઓપનરોએ હર્ષિત રાણાને નિશાન બનાવ્યો અને તેની બોલિંગ પર રન બનાવ્યા. 7મી ઓવરમાં હર્ષિત અને શામિલ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ અને ત્યારબાદ હર્ષિત તથા માઝ સદાકત વચ્ચે પણ બબાલ જોવા મળી.
W,W,W,W... આ ક્રિકેટરે ડેબ્યૂ મેચમાં મચાવી તબાહી, સતત 4 બોલમાં લીધી 4 વિકેટ
હર્ષિત મોંઘો સાબિત થયો
હર્ષિત રાણા શરૂઆતમાં ઘણો મોંઘો સાબિત થયો. તેણે પોતાની પ્રથમ ત્રણ ઓવરમાં 30થી વધુ રન આપ્યા. શામિલ અને માઝ સદાકતે મળીને 66 રનની ભાગીદારી નોંધાવી. આયુષ બદોનીએ શામિલ હુસૈનની વિકેટ ઝડપીને ભારતને મહત્વની સફળતા અપાવી, જેના પછી ભારત પાકિસ્તાનને દબાણમાં લાવવામાં સફળ રહ્યું.
વિકેટ લીધા બાદ હર્ષિતનું આક્રમક સેલિબ્રેશન
પાકિસ્તાન સામે હર્ષિત રાણા સ્પષ્ટપણે ગુસ્સામાં જણાઈ રહ્યો હતો. આયુષ બદોનીની બોલિંગ પર એક કેચ પકડ્યા બાદ, તેણે અત્યંત આક્રમક રીતે ઉજવણી કરી. બાદમાં પોતાની 5મી ઓવરમાં હર્ષિતે રોહૈલ નઝીરને આઉટ કર્યો અને તેને ખૂબ જ આક્રમક અંદાજમાં પેવેલિયન પરત મોકલ્યો. હર્ષિતની આ હરકતોના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.