SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

ICC એ તાજેતરમાં બાલીમાં યોજાયેલી બેઠક બાદ 2028થી 2035 સુધી યોજાનાર પુરૂષોની ટૂર્નામેન્ટ માટે શેડ્યૂલ વિન્ડો પર મહોર લગાવી, જેમાં 2 વનડે વિશ્વકપ, 4 ટી20 વિશ્વકપ અને 4 WTC ફાઈનલ સામેલ છે.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 08:56 PM IST | Updated: Nov 15, 2026, 09:02 PM IST
Join

ક્રિકેટ ફેન્સ આતૂરતાપૂર્વક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2027 અને વનડે વિશ્વકપ 2027ની પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ બંને મોટી આઈસીસી ઈવેન્ટ્સમાં એક વર્ષથી ઓછો સમય બાકી છે અને તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ ફેન્સની આતૂરતા વધારવા માટે હવે આઈસીસીએ આગામી 12 ટૂર્નામેન્ટોની તારીખો જાહેર કરી છે. ICC એ 2028થી 2035 વચ્ચે 7 વર્ષની અંદર મેન્સ ક્રિકેટ વિશ્વકપ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવા મોટા આયોજનોની તારીખનો ખુલાસો કર્યો છે.

રવિવાર 15 નવેમ્બરે આઈસીસીએ મોટી જાહેરાત કરી. ઈન્ડોનેશિયાના બાલીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ICC એ આવનાર મોટી ટૂર્નામેન્ટના સમયગાળા અને કાર્યક્રમની તારીખો પર ચર્ચા કરી અને તેના પર મહોર લગાવી. તેમાં 2028મા ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં યોજાનાર ટી20 વિશ્વકપથી લઈને 2035 સુધીનો વનડે વિશ્વકપ સામેલ છે. પરંતુ તેમાં 2032થી 2035 વચ્ચે 2 ટી20 વિશ્વકપ, 2 WTC ફાઈનલ અને એક-એક ચેમ્પિયન્સ ટ્રોફી અને વિશ્વકપની યજમાનીની જાહેરાત થઈ નથી.

ભારતમાં ક્યારે રમાશે વિશ્વકપ?

સૌથી પહેલા વાત ભારતમાં યોજાનાર ટૂર્નામેન્ટની. 2028થી 2035 વચ્ચે વર્તમાન યોજના હેઠળ ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2030 અને વનડે વિશ્વકપ 2031 આયોજીત થશે. આ બંને ટૂર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન થશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2030નું આયોજન 9થી 28 ઓક્ટોબર દરમિયાન થશે. તો વિશ્વકપ 2031 માટે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર વચ્ચેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વિશ્વકપમાં ભારતની સાથે બાંગ્લાદેશ પણ યજમાન થશે.

જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આ સમયગાળામાં કઈ-કઈ ટૂર્નામેન્ટ ક્યાં રમાશે, જાણો તેનું લિસ્ટ...

ICC મેન્સ ક્રિકેટ કેલેન્ડર

ICC ટૂર્નામેન્ટ શેડ્યૂલ (૨૦૨૮ – ૨૦૩૫)

આગામી સાત વર્ષ દરમિયાન યોજાનારી ૧૨ મુખ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ્સની સંપૂર્ણ વિગતો

વર્ષટૂર્નામેન્ટયજમાન દેશ (મેજબાન)તારીખ
૨૦૨૮T20 વર્લ્ડ કપઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ૧૨ ઓક્ટોબર – ૧૨ નવેમ્બર
૨૦૨૯WTC ફાઇનલઇંગ્લેન્ડ૮ – ૧૨ જૂન
૨૦૨૯ચેમ્પિયન્સ ટ્રોફીભારત૯ ઓક્ટોબર – ૨૮ ઓક્ટોબર
૨૦૩૦T20 વર્લ્ડ કપઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ૪ જુલાઈ – ૪ ઓગસ્ટ
૨૦૩૧WTC ફાઇનલઇંગ્લેન્ડ૧૨ – ૧૬ જૂન
૨૦૩૧ODI વર્લ્ડ કપભારત, બાંગ્લાદેશ૯ ઓક્ટોબર – ૨૩ નવેમ્બર
૨૦૩૨T20 વર્લ્ડ કપ(હજુ નક્કી નથી)૧૪ ઓક્ટોબર – ૧૪ નવેમ્બર
૨૦૩૩WTC ફાઇનલ(હજુ નક્કી નથી)૯ – ૧૩ જૂન
૨૦૩૩ચેમ્પિયન્સ ટ્રોફી(હજુ નક્કી નથી)૨ – ૨૩ ઓક્ટોબર
૨૦૩૪T20 વર્લ્ડ કપ(હજુ નક્કી નથી)૬ જુલાઈ – ૬ ઓગસ્ટ
૨૦૩૫WTC ફાઇનલ(હજુ નક્કી નથી)૭ જૂન – ૧૧ જૂન
૨૦૩૫ODI વર્લ્ડ કપ(હજુ નક્કી નથી)૨ ઓક્ટોબર – ૧૮ નવેમ્બર

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES