ICC એ શુભમન ગિલને આપ્યો ઝટકો: ક્રિકેટમાં 'થૂંક' ના ઉપયોગ પર પ્રતિબંધ યથાવત રહેશે
ભારતીય કેપ્ટન શુભમન ગિલે તાજેતરમાં લાળના ઉપયોગ પર પ્રતિબંધ હટાવવાની વાત કરી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો હાલમાં પ્રતિબંધ હટાવવાનો કોઈ નિર્ણય નથી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષ 2020મા લાળના ઉપયોગથી બોલને ચમકાવવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો હતો. તો સપ્ટેમ્બર 2022મા લાળના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગટન ટેસ્ટમાં બેટરોનો દબદબો રહ્યો હતો. મેચ ડ્રો થયા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે લાળના ઉપયોગ પરથી પ્રતિબંધ હટાવવા પર વિચાર કરવાની વાત કહી હતી.
શું બોલ્યો હતો શુભમન ગિલ?
ભારતીય કેપ્ટને વેલિંગટન ટેસ્ટ બાદ કહ્યું હતું કે કૂકાબૂરા બોલ જલ્દી નરમ પડવા લાગ્યો હતો. જો ખેલાડી લાળના માધ્યમથી બોલને ચમકાવી શકે તો બોલરોને બેટિંગ ફ્રેન્ડલી પિચ પર મદદ મળી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર આઈસીસીનો વર્તમાનમાં લાળના ઉપયોગ પરથી પ્રતિબંધ લગાવવાનો કોઈ પ્લાન નથી.
કોરોનાને કારણે લગાવ્યો હતો પ્રતિબંધ
લાળ પર પ્રથમવાર વર્ષ 2020મા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તે સમયે કોવિડ-મહામારીને કારણે ખેલાડીઓના સ્વાસ્થ્યને મહત્વ આપતા લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ તેના પર કાયમી પ્રતિબંધ લાગૂ થયો હતો. આ મિરેલબોન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમોને અનુરૂપ છે, જેમાં માનવામાં આવે છે કે લાળથી બોલના સ્વભાવને બદલી શકાય છે.
તે પણ માનવામાં આવે છે કે જ્યારે લાળને મિઠાઈઓ, ચ્યૂઇંગ ગમ અને મિંટની સાથે મિક્સ કરવામાં આવે તો તેનાથી બોલના સ્વભાવને બદલી શકાય છે. આ રીતે બોલ ટેમ્પરિંગ પર નજર બનાવી રાખવી ખુબ મુશ્કેલ થઈ જાય છે. આઈસીસી પણ લાળને ખેલાડીઓ અને મેચ ઓફિશિયલ્સ માટે એક ખતરાના રૂપમાં જુએ છે.
કહેવામાં આવે છે કે આ મહિને બાલીમાં યોજાયેલી આઈસીસીની બેઠકમાં લાળ પરથી પ્રતિબંધ હટાવવા પર કોઈ વિચાર થયો નથી. ભાતીય કેપ્ટન ગિલનું કહેવું છે કે દુનિયા કોવિડના સમયને પાછળ છોડી ચૂકી છે, તો અત્યાર સુધી લાળના પ્રતિબંધને કેમ હટાવવામાં આવ્યો નહીં.