ભારતીય વનડે ટીમમાં કયા રાજ્યના કેટલા ખેલાડી? જાણો કયા રાજ્યના છે સૌથી વધુ
India ODI Squad : ભારતીય ટીમની આગામી વનડે શ્રેણી વેસ્ટ ઈન્ડિઝ સામે છે. ત્યારે ભારતીય વનડે ટીમમાં કયા રાજ્યમાંથી કેટલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કયા રાજ્યના સૌથી વધુ ખેલાડી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
India ODI Squad : ભારતીય ટીમ મેનેજમેન્ટ વનડે વર્લ્ડ કપ 2027ની તૈયારીઓમાં લાગી ગયું છે. બોલિંગ અને મિડલ-ઓર્ડર બેટિંગ લાઇનઅપથી લઈને ઓલરાઉન્ડર સુધીના તમામને આવરી લેતી એક મજબૂત પ્લેઇંગ-11 તૈયાર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ અને આકિબ નબી જેવા નવા બોલરો સાથે પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો આગામી પડકાર વેસ્ટ ઈન્ડિઝ સામે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 27 સપ્ટેમ્બરથી શરૂ થશે.
BCCIએ વનડે ટીમની જાહેરાત અગાઉ જ કરી દીધી છે. શ્રેયસ અય્યર આ શ્રેણીમાં રમશે નહીં કારણ કે તે એશિયન ગેમ્સમાં T20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. બીજી તરફ હાર્દિક પંડ્યા પણ ઈજાને કારણે ટીમની બહાર છે. ત્યારે ભારતની વર્તમાન વન-ડે ટીમમાં કયા રાજ્યના કેટલા ખેલાડીઓ છે, તેના પર એક નજર કરીએ.
સૌથી વધુ ઉત્તર પ્રદેશના 3 ખેલાડી
ભારતની વર્તમાન વનડે ટીમમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ ખેલાડી છે. કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ આ ત્રણેયનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. જોકે જયસ્વાલ સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ માટે રમે છે, પરંતુ તેનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો.
પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી બે-બે ખેલાડી
ભારતીય ટીમમાં પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રના બે-બે ખેલાડીઓનો સમાવેશ થાય છે. રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રના છે. કેપ્ટન શુભમન ગિલ પંજાબનો છે, જ્યારે યુવા બોલર ગુરનૂર બ્રાર પણ પંજાબનો જ વતની છે. બીજી તરફ કેએલ રાહુલ અને પ્રસિદ્ધ કૃષ્ણા કર્ણાટકના છે. બાકીના 6 ખેલાડીઓ અન્ય રાજ્યોમાંથી છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દિલ્હીનો છે, જોકે તે હવે લંડનમાં સ્થાયી થયો છે.
ગુજરાતનો એકમાત્ર ખેલાડી
ઘણા મહિનાઓ બાદ વનડે ટીમમાં પરત ફરી રહેલો રવિન્દ્ર જાડેજા ગુજરાતનો એકમાત્ર ખેલાડી હાલમાં ટીમમાં છે. તો નમન ધીર હરિયાણાનો છે અને જમ્મુ-કાશ્મીરનો આકિબ નબી પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી દરમિયાન નબી અને નમનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળશે. મોહમ્મદ સિરાજ તેલંગાણાનો છે.
રાજ્યવાર ખેલાડીઓની વિગત
- ઉત્તર પ્રદેશ – કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ
- પંજાબ – શુભમન ગિલ, ગુરનૂર બ્રાર
- કર્ણાટક – કે.એલ. રાહુલ, પ્રસિદ્ધ કૃષ્ણા
- મહારાષ્ટ્ર – શુભમન ગિલ, ગુરનૂર બ્રાર
- દિલ્હી – વિરાટ કોહલી
- ગુજરાત – રવિન્દ્ર જાડેજા
- હરિયાણા – નમન ધીર
- જમ્મુ-કાશ્મીર – આકિબ નબી
- તેલંગાણા – મોહમ્મદ સિરાજ
- આંધ્ર પ્રદેશ – નીતિશ કુમાર રેડ્ડી