SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટરે લીધી નિવૃત્તિ, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બનાવ્યા 10 હજારથી વધુ રન

Jeet Raval Retirement: ભારતના ગુજરાતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેણે 2020મા છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

Written By Gokani Dhaval
Published: Oct 09, 2026, 03:21 PM IST | Updated: Oct 09, 2026, 03:22 PM IST
Join

ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 38 વર્ષીય જીત રાવલનો જન્મ ગુજરાતમાં થયો હતો, પરંતુ જ્યારે તે યુવા હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો. તેણે કીવી ટીમ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર 24 ટેસ્ટ મેચ રમી હતી. ઓપનિંગ બેટરના રૂપમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે ન્યૂઝીલેન્ડ માટે 39 ઈનિગંમાં 1 સદી અને 7 અડધી સદી સાથે 1143 રન બનાવ્યા હતા.

જીત રાવલ કેટલાક વર્ષ ભારતમાં પણ રહ્યો હતો. ગુજરાતમાં તેમણે પોતાનું શરૂઆતી અભ્યાસ કર્યો, જેમાં ભારતના પૂર્વ વિકેટકીપર બેટર પાર્થિવ પટેલ અભ્યાસ કરતો હતો. રાવલે કહ્યુ કે તે પોતાના કરિયર અને સિદ્ધિઓથી સંતુષ્ટ થઈ સંન્યાસનો નિર્ણય લઈ રહ્યો છે.

જીત રાવલે નિવૃત્તિ પર કહ્યું- આ મારા માટે ખુબ સન્માન અને સૌભાગ્યની વાત છે કે મેં આ નિર્ણય લીધો. હું આ નિર્ણયથી સંતુષ્ટ છું. મારૂ બાળપણનું સપનું હતું કે હું ન્યૂઝીલેન્ડ માટે ક્રિકેટ રમું અને મને મારી સફર પર વર્ગ અનુભવાઈ રહ્યો છે. આ મારૂ સપનું નહોતું પરંતુ મારા પિતાનું પણ સપનું હતું. અમને એક તક જોવા મળી, તેથી તે પરિવારની સાથે અહીં શિફ્ટ થઈ ગયો, જેણે મને મારા સપનાને હકીકતમાં બદલવામાં સરળતા રહે.

આ પણ વાંચોઃ ODI ટીમના એલાન પર બ્રેક! ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં વધ્યું સસ્પેન્સ, શેની રાહ જોઈ રહ્યું છે BCCI?

જીત રાવલનું કરિયર
જીત રાવલે નવેમ્બર 2016મા પાકિસ્તાન વિરુદ્ધ પર્દાપણ કર્યું હતું. તેણે કરિયરની પ્રથમ ઈનિંગમાં 55 રન ફટકાર્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં 36 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 2020મા ઓસ્ટ્રેલિયા સામે પોતાના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં પ્રથમ ઈનિંગમાં 31 અને બીજી ઈનિંગમાં 12 રન બનાવ્યા હતા.

તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક દિગ્ગજ રહ્યો. 164 મેચમાં તેણે 24 સદી સાથે 10432 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ 47.91ની રહી અને તેણે પોતાના કરિયરમાં 50 અડધી સદી પણ ફટકારી હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES