SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર લાગ્યો પ્રતિબંધ, હવે નહીં રમી શકે ફુટબોલ; જાણો કારણ

Cristiano Ronaldo Suspend: દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 30 દિવસ માટે સસ્પેન્ડ થઈ ગયો છે. કોચ સાથેના વિવાદ બાદ પોર્ટુગલ ફુટબોલ એસોસિએશને તેની વિરુદ્ધ શિસ્તભંગના પગલાં ભર્યાં છે.

Written By Gokani Dhaval
Published: Oct 20, 2026, 01:37 PM IST | Updated: Oct 20, 2026, 01:38 PM IST
Join

દિગ્ગજ ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ અને 285 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોર્ટુગલ ફુટબોલ એસોસિએશને સોમારે આ જાણકારી આપી છે. હકીકતમાં પોર્ટુગલ નેશનલ ફુટબોલ ટીમનો એક કેમ્પ આયોજીત થયો હતો, જ્યાં ટીમમાં પોતાની ભૂમિકાને લઈને રોનાલ્ડોનો કોચ જોર્જ જીસસ સાથે વિવાદ થયો હતો.

પોર્ટુગલ ફેડરેશનના શિસ્ત વિભાગે  41 વર્ષીય રોનાલ્ડો પર લાગેલા આરોપોને યોગ્ય ગણાવ્યા છે. તેથી તેના પર 30 દિવસનો પ્રતિબંધ અને 285 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો. પરંતુ રોનાલ્ડો તરફથી કહાની પણ રસપ્રદ છે, કારણ કે તે કોચ જીસસ પર 2 વખત વચન તોડવાનો આરોપ લગાવી ચૂક્યો છે.

નેશન્સ લીગમાં ડેનમાર્ક વિરુદ્ધ મેચ પહેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલ ટીમનો કેમ્પ છોડી જતો રહ્યો હતો. રોનાલ્ડોએ આરોપ લગાવ્યો કે નોર્વે વિરુદ્ધ તેને સબ્સ્ટીટ્યુટ તરીકે ન ઉતારવામાં આવ્યો અને 2 વખત તેની ટીમમાં ભૂમિકાને લઈને કોચ પોતાનું વચન તોડી ચૂક્યા હતા. મામલો ત્યારે વધુ ગરમ થઈ ગયો, જ્યારે કોચ જીસસે આ બધા આરોપોને નકારી દીધા અને કહ્યું કે ટીમમાં રોનાલ્ડોની વાપસીના દરવાજા ખુલ્લા છે.

આ પણ વાંચોઃ શું કોહલી-ગંભીર વચ્ચે બધુ બરાબર નથી? BCCI એ પ્રજ્ઞાન ઓઝાને આપી હતી મોટી જવાબદારી

કહેવામાં આવ્યું છે કે રોનાલ્ડોએ શિસ્ત નિયમોની કલમ 160(1) નું ઉલ્લંઘન કર્યું હતું. નિવેદનમાં તે ખુલાસો નથી થયો કે કઈ મેચ અને ક્યા સમય માટે રોનાલ્ડો 30 દિવસ માટે સસ્પેન્ડ રહેશે કે તેનું સસ્પેન્શન પહેલા જ પૂર્ણ થઈ ગયું છે.

રોનાલ્ડો આ સજા વિરુદ્ધ અપીલ કરી શકે છે, પરંતુ તે પહેલા આ સંબંધમાં માફી માંગી ચૂક્યો છે. તેણે કહ્યું કે તેને પહેલાથી સજા મળવાની આશા હતી. તેણે 30 દિવસના સસ્પેન્શન અને દંડ પર કોઈ વ્યક્તિગત પ્રતિક્રિયા આપી નથી. નેશન્સ લીગની વાત કરીએ તો રોનાલ્ડો વેલ્સ વિરુદ્ધ ઓપનિંગ મેચમાં મેદાનમાં ઉતર્યો હતો, પરંતુ ત્યારબાદ 27 સપ્ટેમ્બરે નોર્વે વિરુદ્ધ તેનો સબ્સ્ટીટ્યુટના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો નહીં.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES