SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આવી ગયા મોટા સમાચાર! આ ટીમમાં સામેલ થઈ શકે છે હાર્દિક પંડ્યા, MI સાથે જોડાશે અર્શદીપ સિંહ? IPL 2027 પહેલા ટ્રેડ પર મોટું અપડેટ

Hardik Pandya Trade Update: IPL 2027 પહેલા એક મોટા ટ્રેડના સમાચાર સામે આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં સામેલ થઈ શકે છે, જ્યારે અર્શદીપ સિંહ અને વિષ્ણુ વિનોદ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ શકે છે.

Written By Kinjal Patel
Published: Nov 03, 2026, 01:36 PM IST | Updated: Nov 03, 2026, 01:45 PM IST
Join

Hardik Pandya Trade Update: IPL 2027 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને એક મોટા અપડેટ મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યાના ટ્રેડ દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને અન્ય કોઈ ટીમમાં સામેલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ કિંગ્સ ટ્રેડ દ્વારા હાર્દિક પંડ્યાને પોતાની ટીમ સાથે જોડી શકે છે. તેના બદલામાં મુંબઈ ઈન્ડિયન્સના સ્ક્વોડમાં પંજાબની ટીમના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને એક અન્ય ખેલાડી સામેલ થઈ શકે છે.

Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, 14 વર્ષના કરિયરનો અંત

હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં થઈ શકે છે સામેલ

એક રિપોર્ટ અનુસાર, પંજાબ કિંગ્સ હવે હાર્દિક પંડ્યાના ટ્રેડની ડીલ ટૂંક સમયમાં પુરી કરશે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સને તેના બદલામાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદ ઓફર કરવામાં આવ્યા છે. બંને ફ્રેન્ચાઈઝીઓનું મેનેજમેન્ટ ડીલ માટે માની ગયું છે અને IPLના અધિકારીઓ દ્વારા હવે દસ્તાવેજી કાર્યવાહીને આગળ ધપાવી રહ્યા છે. આગામી અઠવાઠિયામાં જ સત્તાવાર રીતે આ ટ્રેડની જાહેરાત કરવામાં આવી શકે છે.

 

 રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સના એક સીનિયર અધિકારીએ પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ વિશે વાતચીત કરી હતી. પંજાબે હાર્દિકના ટ્રેડની શક્યતા પર ચર્ચા કરી અને અર્શદીપ સિંહ તેમજ વિષ્ણુ વિનોદને બદલામાં ઓફર કર્યા. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાના ટ્રેડ માટે કેટલીક અન્ય ટીમો સાથે પણ વાતચીત કરી હતી, પરંતુ પંજાબ સાથે તેમની વાત બની ગઈ.

 

તિલક કેપ્ટન, વૈભવ અને અભિષેકનો પણ સમાવેશ, રાઈઝીંગ સ્ટાર એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત

પંજાબ કિંગ્સ કરી શકે છે વધુ એક મોટી ટ્રેડ

અર્શદીપ સિંહની વિદાય પછી પંજાબ કિંગ્સને એક લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જોઈશે. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મોહસિન ખાનના ટ્રેડને લઈને વાત કરી શકે છે અને તેમને બદલામાં માર્કસ સ્ટોઈનિસ ઓફર કરી શકે છે. હાર્દિક પંડ્યાના પંજાબમાં સામેલ થયા પછી માર્કસ સ્ટોઈનિસનો રોલ ઓછો થઈ જશે. ટીમ ઈચ્છે તો તેમને ટ્રેડ કરીને એક સારા ભારતીય ફાસ્ટ બોલરને સ્ક્વોડમાં સામેલ કરી શકે છે. જોકે, મોહસિન ખાન સાથે ફિટનેસ એક મોટી સમસ્યા રહી છે.

અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે IPL 2025ના મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી દીધા હતા. તેમણે પછીથી RTM કાર્ડ દ્વારા અર્શદીપને 18 કરોડ રૂપિયામાં ફરીથી ટીમમાં સામેલ કર્યા હતા. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેમને IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડ દ્વારા ગુજરાત ટાઈટન્સ પાસેથી લીધા હતા. ત્રણ સીઝન MIની કેપ્ટનશીપ કર્યા પછી તેમને એટલી સફળતા ન મળી, જેના કારણે હવે તેમનો કાર્યકાળ સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે.

બદલાઈ ગયો વન-ડે મેચનો સમય! ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI મેચ આટલા વાગ્યે થશે શરૂ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES