SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પાકિસ્તાનનું કપાયું પત્તુ... ભારતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશને મળ્યું સ્થાન

Asian Hockey Champions Trophy 2026 : ભારતમાં આયોજિત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાનને બહાર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં તેમની જગ્યા બાંગ્લાદેશે લીધી છે. આ હોકી ટુર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન રમાશે.

Written By Dilip Chaudhary
Published: Oct 08, 2026, 07:34 PM IST | Updated: Oct 08, 2026, 07:53 PM IST
Join

Asian Hockey Champions Trophy 2026 : પાકિસ્તાનને 2026 એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરવામાં આવ્યું છે. તેના સ્થાને બાંગ્લાદેશનો ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં યોજાનારી આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પંજાબના જલંધર અને મોહાલીમાં રમાશે. આ હોકી ટુર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન યોજાવાની છે.

શરૂઆતમાં પાકિસ્તાનનો આ છ ટીમોની ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાન હોકી ફેડરેશને એશિયન હોકી ફેડરેશનને વિનંતી કરી હતી કે તેમની મેચો કોઈ તટસ્થ સ્થળે ખસેડવામાં આવે. જોકે, તે સમયે હોકી ઈન્ડિયાના સેક્રેટરી જનરલ અને એશિયન હોકી ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ ભોલા નાથ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે સ્થળ અંગે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

હોકી ઈન્ડિયાની યાદીમાંથી પાકિસ્તાનનું નામ ગાયબ

હોકી ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી છ ટીમોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાકિસ્તાનનું નામ નહોતું. ભારત ઉપરાંત, છ ટીમોમાં જાપાન, ચીન, મલેશિયા, દક્ષિણ કોરિયા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ રિઝર્વ યાદીમાં હતું. ગયા મહિને મોહાલીમાં ટુર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભારપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાન ભાગ લેશે.

આ કાર્યક્રમમાં હોકી ઈન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલા નાથ સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. કોઈપણ ટીમ ટુર્નામેન્ટમાંથી ખસી જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ અને ઓમાનને રિઝર્વ ટીમો તરીકે રાખવામાં આવ્યા હતા. આ રીતે બાંગ્લાદેશે ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવ્યો.

ઉલ્લેખનીય છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય હોકી મેચ રમાઈ નથી. જોકે, બંને ટીમો વિવિધ ટુર્નામેન્ટમાં એકબીજા સામે રમી છે. ભારતીય હોકી ટીમે છેલ્લે 2006માં પાકિસ્તાનમાં શ્રેણી રમી હતી.

જલંધર અને મોહાલીમાં રમાનાર મેચોનું શેડ્યૂલ

લીગ તબક્કાની તમામ મેચો જલંધરના ઓલિમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની બાકીની મહત્વપૂર્ણ મેચો મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં યોજાશે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચો મોહાલીમાં 4 અને 5 ઓક્ટોબરે યોજાશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES