વાપસીનો ભરોસો આપી ફરી ગયો કોહલી? મારા ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું, અમિત મિશ્રાનું છલકાયું દર્દ
Amit Mishra : ભારતીય ટીમના ભૂતપૂર્વ લેગ સ્પિનર અમિત મિશ્રાએ વિરાટ કોહલી વિશે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. મિશ્રાએ જણાવ્યું કે વિરાટ કોહલીએ તેને ટીમમાં વાપસી કરાવવાની ખાતરી આપી હતી. પરંતુ, જ્યારે તેને ખરેખર ટીમમાં સામેલ કરવાની વાત આવી, ત્યારે કોહલીએ તેના ફોનનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું.
Amit Mishra : ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન ગણાતા વિરાટ કોહલી વિશે ભારતના અનુભવી લેગ-સ્પિનર અમિત મિશ્રાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આકાશ ચોપરાના પોડકાસ્ટ પર વાત કરતા અમિત મિશ્રાએ મોટો ખુલાસો કર્યો હતો.
અમિત મિશ્રાએ જણાવ્યું કે, ગંભીર ઈજામાંથી સાજા થયા બાદ ટીમમાં પરત લેવાની વાત આવી ત્યારે વિરાટ કોહલીએ તેના ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. આ મૌનથી તે એટલા નિરાશ થયા કે છેવટે તેમણે નિવૃત્તિ લેવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો.
IND vs NZ: રોમાંચક મુકાબલામાં અંતે ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ પલટી બાજી
વર્ષ 2017માં ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન અમિત મિશ્રાને પગમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો. તે મુશ્કેલ સમયને યાદ કરતા મિશ્રાએ જણાવ્યું કે, તે સમયે ટીમના કોચ અનિલ કુંબલેએ તેને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, એકવાર તે સંપૂર્ણ ફિટ થઈ જશે, તો ટીમમાં તેની વાપસી નિશ્ચિત છે.
મારા ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું...
ત્યારબાદ, જ્યારે વિરાટ કોહલી કેપ્ટન બન્યો, ત્યારે મિશ્રાએ તેનો પણ સંપર્ક કર્યો. મિશ્રાના જણાવ્યા અનુસાર, કોહલીએ તેને ખાતરી આપી હતી કે એકવાર તે સંપૂર્ણ ફિટ થઈ જશે, તો ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત રહેશે. આ વચને સ્પિનરને વાપસીની આશા જગાડી. તેણે સ્થાનિક ક્રિકેટ અને IPLમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ફિટનેસ સાબિત કરી બતાવી.
IPL મેચ દરમિયાનની એક ઘટના
અમિત મિશ્રાએ ખુલાસો કર્યો કે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની એક IPL મેચ દરમિયાન, તેણે પોતાના ભવિષ્ય અને ટીમમાં પરત ફરવાની શક્યતા અંગે સ્પષ્ટતા મેળવવા માટે કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ વાતચીત દરમિયાન, કોહલીએ એક અઠવાડિયાથી 10 દિવસની અંદર સ્પષ્ટ અપડેટ આપવાનું વચન આપ્યું હતું. જોકે, ત્યારબાદ વિરાટ તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. તેણે ફોનનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું. આ રીતે સાઈડ લાઈન થવાને કારણે અમિત મિશ્રા જેવા વરિષ્ઠ ખેલાડી પણ ભાંગી પડ્યો હતો.