SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના જાતકો પર 40 દિવસ સુધી થશે ધનવર્ષા!

Shukra Gochar 2026: 22 નવેમ્બરના રોજ શુક્રએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રના આ ગોચરને કારણે આગામી 40 દિવસોમાં ચાર રાશિના જાતકોને આર્થિક લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને પ્રેમ જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થશે.

Written By Dilip Chaudhary
Published: Nov 22, 2026, 21:22 IST | Updated: Nov 22, 2026, 21:23 IST
Join

Shukra Gochar 2026: 22 નવેમ્બરના રોજ શુક્રએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. તુલાએ શુક્રની પોતાની જ રાશિ છે. તેથી જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ ગોચર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશતા પહેલા લગભગ 40 દિવસ સુધી તુલા રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, કેટલીક રાશિના જાતકોને કારકિર્દીમાં પ્રગતિની તકો મળી શકે છે, આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર સારી તકો લઈને આવી શકે છે. જેઓ નોકરી કરે છે તેમને કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે અને કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નવા લોકોને મળી શકે છે. આ સંપર્કો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાના સંકેતો છે. તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો, તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થઈ શકે છે.

3 દિવસ બાદ શુક્રનું ગોચર... આ 2 રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન, થઈ શકે છે ધનહાનિ!

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો પારિવારિક જીવન અને વ્યક્તિગત સુખ-સુવિધાઓની દ્રષ્ટિએ અનુકૂળ રહેવાની શક્યતા છે. જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી યોજનાઓ આગળ વધી શકે છે. તમે ઘરની જરૂરિયાતો પાછળ નાણાં ખર્ચી શકો છો. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. વ્યવસાયમાં પરિસ્થિતિઓ ધીમે ધીમે સુધરવાની અપેક્ષા છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર આર્થિક બાબતોમાં લાભદાયી સાબિત થઈ શકે છે. જો તમારા ક્યાંક નાણાં અટવાયેલા હોય, તો તે તમને પાછા મળી શકે છે. આવક વધારવાની નવી તકો ઊભી થશે. તમારા કાર્યક્ષેત્રમાં તમારા કામના વખાણ થઈ શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તેમના વર્તમાન સંપર્કોથી લાભ થઈ શકે છે. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ શકે છે. તમારા પ્રેમ જીવનમાં પણ સંબંધો સુધરશે.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે. તેથી, આ રાશિના જાતકો માટે આ ગોચર વિશેષ મહત્વ ધરાવે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. તમારી કારકિર્દીમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે અથવા વધુ સારી તકો પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયિક સાહસોમાં પણ નફાકારક તકો મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેતો છે.

Disclaimer : અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES