SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ravivar Upay: રવિવારે કરો આ 5 ચીજોનું દાન, સૂર્યદેવની કૃપાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

Ravivar Ke Upay: રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે. આ દિવસે સૂર્યની પૂજા-અર્ચના કરવાથી તેમના આશીર્વાદ મળે છે. રવિવારે ઘણી વસ્તુનું દાન કરવાથી સૂર્યદેવની કૃપા માટે સારૂ રહે છે.

Written By Gokani Dhaval
Published: Sep 27, 2026, 02:28 PM IST | Updated: Sep 27, 2026, 02:32 PM IST
Join

Ravivar Ke Upay: રવિવારના દિવસે સૂર્યદેવની પૂજાનું મહત્વ હોય છે. આ દિવસે સૂર્યને અર્ધર્ય આપવા અને સૂર્યદેવના મંત્રોના જાપ કરવાથી લાભ મળે છે. આ ઉપાયો વિશે ઘણા લોકો જાણે છે. આ સાથે રવિવારે ઘણી વસ્તુનું દાન કરવું શુભ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘણી વસ્તુનું દાન રરિવારના દિવસે કરવાથી સૂર્યદેવની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. આવું કરવાથી ભાગ્યનો સાથ મળે છે.

રવિવારે કરો આ વસ્તુનું દાન કરો
હિંદુ ધર્મમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. સૂર્યદેવને ઉર્જા, પ્રકાશ અને આત્માના કારક માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. આરો રવિવારે કરવામાં આવતા દાન વિશે જાણીએ.

ઘઉંનું દાનઃ ઘઉંનું દાન કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તમે રવિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉંનું દાન કરો. તેનાથી સૂર્યદેવના આશીર્વાદથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે.

ગોળનું દાનઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગોળને સૂર્યની ઉર્જા અને તેજ સાથે જોડીને જોવામાં આવે છે. તેવામાં ગોળનું દાન કરવું સારૂ રહે છે. ગોળનું દાન કરવાથી સૂર્યદેવની કૃપાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

તાંબાનું દાનઃ સૂર્યદેવને અર્ધર્ય આપવા માટે તાંબાના પાત્રનો ઉપયોગ કરવાનો શુભ હોય છે. રવિવારે તાંબાનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. તમે તમારા સામર્થ્ય અનુસાર તાંબાના વાસણનું દાન કરી શકો છો.

લાલ મસૂરની દાળઃ લાલ મસૂરની દાળને સૂર્ય સાથે જોડીને જોવામાં આવે છે. સૂર્યથી સંબંધિત હોવાને કારણે તેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે મંદિરમાં દાળનું દાન કરી શકો છો.

લાલ કપડાનું દાનઃ જ્યોતિષ અનુસાર રવિવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ કપડાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. લાલ રંગને સૂર્યના પ્રકાશ અને રંગ સાથે જોડીને જોવામાં આવે છે. કપડાનું દાન કરવા દરમિયાન સેવા ભાવ રાખવો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES