આજથી આ રાશિઓનો ખરાબ સમય શરૂ! પુષ્કળ ધનહાનિના સંકેત, ખુબ રહેવું પડશે સતર્ક નહીં તો જીવન પાયમાલ થશે
આજથી ગ્રહણ યોગ શરૂ થઈ રહ્યો છે જે કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે છે. 23 સપ્ટેમ્બરે ચંદ્રમા અને રાહુની કુંભ રાશિમાં યુતિ થઈ રહી છે. જે ગ્રહણ યોગનું નિર્માણ કરે છે.
Published: Sep 23, 2026, 11:27 AM IST
| Updated: Sep 23, 2026, 11:33 AM IST
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ, રહસ્યમયી ગ્રહ, છાયા ગ્રહ તરીકે ઉપમા મળેલી છે. અણધારી ઘટનાઓ ઘટે તેની પાછળ રાહુનું યોગદાન હોવાનું કહેવાતું હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સમયાંતરે ગ્રહોની યુતિથી શુભ અને અશુભ ગ્રહો બનતા હોય છે. 23મી સપ્ટેમ્બર એટલે કે આજે ચંદ્રમા શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યાં છે જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. રાહુ અને ચંદ્રમા ભેગા થવાથી ગ્રહણ યોગ સર્જાશે. જેને પગલે કેટલીક રાશિઓના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. જીવનમાં આર્થિક અને કરિયરની રીતે નકારાત્મક અસરો જોવા મળી શકે છે. જાણો કોણે સતર્ક રહેવાની જરૂર પડશે.
કર્ક રાશિ
- કર્ક રાશિના જાતકો માટે આવનારા કેટલાક દિવસો ભારે રહી શકે છે.
- ચંદ્રમા તમારી રાશિથી અષ્ટમ ભાવમાં થઈને રાહુની સાથે મળીને ગ્રહણ યોગ બનાવશે જેના કારણે તમારા ખર્ચામાં અચાનક વધારો થઈ શકે છે.
- છબી પર નકારાત્મક અસર જોવા મળી શકે છે.
- કરિયરમાં ધ્યાન રાખવાનું રહેશે નહીં તો મુસીબતો હેરાન પરેશાન કરી શકે છે.
કન્યા રાશિ
- કન્યા રાશિના જાતકો માટે રાહુ અને ચંદ્રમાની યુતિથી છઠ્ઠા ભાવમાં ગ્રહણ યોગ બની રહ્યો છે.
- કુંડળીનો છઠ્ઠો ભાવ શત્રુ, રોગ અને બાધાઓનો હોય છે.
- આવામાં ગ્રહણ યોગ બનવાથી તમારા વિરોધીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર પડશે.
- કાર્યક્ષેત્રે ધ્યાન રાખવું પડશે. આર્થિક મામલે સાવધાની વર્તવાની જરૂર રહેશે.
- લેવડ દેવડ સંબંધિત મામલાઓમાં તમારે કોઈના પર ભરોસો કરવાથી બચવું.
મીન રાશિ
- મીન રાશિના જાતકો ઉપર પણ ગ્રહણ યોગની નકારાત્મક અસરો જોવા મળી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના દ્વાદશ ભાવમાં બનશે જે પૈસાના નુકસાનનો ભાવ દર્શાવે છે.
- આવામાં ગ્રહણ યોગ તમારી કરિયર અને આર્થિક મામલાઓમાં કોઈ પણ બેદરકારી ભારે પાડી શકે છે. કા
- ર્યક્ષેત્રે તમારા કામ પર વધુ ફોકસ કરવું. નહીં તો હેરાન પરેશાન થઈ જશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)