SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કાળી ચૌદશે કરો આ પ્રયોગો, ભૂત-પ્રેત અને શત્રુ બાધાથી મળશે મુક્તિ!

Kali Chaudas Upay: કાળી ચૌદસનો દિવસ ખાસ કરીને દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયો ભૂત-પ્રેત અને શત્રુ બાધાથી મુક્તિ મેળવવા માટે છે. વર્ષમાં આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી આખા વર્ષની સિદ્ધી મળી જાય છે. ચાલો તેના વિશે વધારે જાણીતા જ્યોતિષી ચેતન પટેલ પાસેથી જાણીએ.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 07, 2026, 04:13 PM IST | Updated: Nov 07, 2026, 04:17 PM IST
Join

Kali Chaudas Upay: આ અંગે પ્રચીન પ્રયોગો માં જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે કાળીચૌદસના આ પર્વ યંત્ર મંત્ર સાધના તેમ કાલીપૂજા-યંત્રપૂજા કાળીચૌદસ  દિવસ અને રાત્રે ઉગ્ર દેવી દેવતાઓની પૂજા થાય છે મહાકાળી  ભૈરવ, બટુકભૈરવ, વીર, હનુમાન,  દશ મહાવિદ્યા વગેરેની  આરાધના અને મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ અને રાત ગણાય જે શીઘ્ર ફળ આપે છે.

શુભ મુહૂર્ત

કાળીચૌદસ-કાળીપૂજા હનુમાનપૂજા -યંત્ર પૂજન

કાળી ચૌદસ : શનિવાર તા.07-11-2026ના દિવસે અને રાત્રે ઉગ્ર દેવી દેવતા જેવા કે ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાલી અને દશ માઘવિદ્યાની આરાધના અને મંત્ર તંત્ર તેમજ યંત્ર પૂજા અને તાંત્રિક કાર્યો માટે ઉત્તમ દિવસ અને રાત્રિ ગણાય છે.

શુભ મુહૂર્ત:
સમય : સવારે 08.13થી 09.36  શુભ  ચોઘડીયું
બપોરે 12.24થી 13.47 ચલ ચોઘડીયું
13.47થી 15.10 લાભ ચોઘડીયું
15.10થી 16.34 અમૃત ચોઘડીયું
સાંજે 17.57થી 19.34 લાભ ચોઘડીયું 
રાતે 21.10થી 22.47 શુભ ચોઘડિયું 
રાતે 22.47થી 00.23 અમૃત ચોઘડિયું
મોડી રાતે 00.23થી 02.00 ચલ ચોઘડીયું

શત્રુ ભય કષ્ટ બાધા થશે દૂર, આ મંત્ર પ્રયોગથી મળશે રક્ષણ

મંત્ર વગર દેવી દેવતાની પૂજા ફાળવી કઠિન છે, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે મંત્ર જ ઈશ્વર જોડે આપણને જોડે છે

કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા  સહસ્ત્ર ગણું ફળ આપે છે. તેથી દરેક ધાર્મિક વ્યક્તિએ પોતાની સમસ્યાના નિરાકરણ અર્થે અથવા સુખાકારી માટે કાળીચૌદસ જેવા સિદ્ધ દિવસ હોય ત્યારે ઉપાસના કરવી જોઈએ

કાળીચૌદશની  સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર, પ્રેત પિશાચ રાત્રિ, ભય, નાશ પામે છે . આપત્તિ , સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી માનવામાં આવે છે . તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે તંત્ર-મંત્ર-યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્ર્યોગો સાધનાઓ થાય છે અને  ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે, સામાન્ય લોકો પણ કાળી ચૌદસ મહાકાળી હનુમાનજી અને ભૈરવની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે

મહાકાળી મંત્ર યંત્ર સાધનાનો પ્રયોગ

જ્યોતિષી ચેતનભાઇએ વધુ માહિતી આપતા જણાવ્યું કે અતિ પ્રાચીન ઉગ્ર દેવી-દેવતાના સિદ્ધ મંત્ર પ્રયોગો કાળીચૌદસે કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે
    
ખાસ નોંધ: દરેક પ્રયોગ સ્નાન કરી શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી દેવી કે દેવતાને ધૂપ દીપ પુષ્પ અને પ્રસાદ અર્પણ કરી કરવો

1. શત્રુ પર વિજય અને રક્ષણ માટે મહાકાળી સાધના પ્રયોગ

મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવાવાળી છે. ઉપરોક્ત સાધનામાં મહાકાળીના મહામંત્રની સાધના શ્રેષ્ઠ ગણાય

ॐ क्रीं
ॐ क्रीं काली नमः 
ॐ क्रीं कालिकायै नमः

ઉપરોક્ત મંત્રની 3 કે 6 કે 9 માળાનો સંકલ્પ કરી જે પણ કામના હોય તેની પ્રાર્થના કરવી

2, શુભ અને મંગલ શત્રુ રક્ષણ માટે મહાકાળી મંત્ર પ્રયોગ

3.  વિઘ્ન નિવારણ મંત્ર પ્રયોગ :  

ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા

કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ બેસી લાલ કે કેસરી વસ્ત્ર પહેરી સંકલ્પ કરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ, રોગ, સંકટો શત્રુઓ અને તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે.

4. કોટ કચેરી જેલ બંધન મુક્તિ પ્રયોગ

હનુમાન ચાલીસા પ્રયોગ

કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 9 વખત હનુમાન ચાલીસા કરવાથી ભય નાશ પામે છે, શત્રુ બાધા દૂર થાય છે, આકસ્મિક રક્ષણ મળે છે મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે

5. ભૂત પ્રેત અને શત્રુઓનો ભયંકર ભય હોય તો તેના નિવારણ પ્રયોગ  

ભૈરવ રક્ષણ કરે આ મંત્ર પ્રયોગથી અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં ત્વરિત ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસના કલ્યાણ થાય તે ભાવથી નિર્મિત કરેલ છે

“ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”

કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચનો ભય રહેતો નથી શત્રુ બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.

જ્યોતિષી ચેતન પટેલ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES