SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mangal Gochar 2026: દિવાળી પછી પલટી મારશે 4 રાશિઓનું ભાગ્ય, સુતુ ભાગ્ય જાગશે, છપ્પરફાડ કમાણી થશે

Mangal Gochar 2026: મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન મહત્વપૂર્ણ હોય છે. મંગળ ઉગ્ર ગ્રહ છે. જ્યારે આ ગ્રહ આપે છે ત્યારે છપ્પરફાડ લાભ થાય છે અને જો મંગળ અનુકૂળ ન હોય તો વ્યક્તિનો નાશ તેનો ક્રોધ જ કરી નાખે છે. નવેમ્બર મહિનામાં દિવાળી પછી મંગળ આવી જ ઊથપપાથલ કરશે.

Written By Krupa Shah
Published: Oct 18, 2026, 01:11 PM IST | Updated: Oct 18, 2026, 01:15 PM IST
Join

Mangal Gochar 2026: મંગળ ગ્રહ એવો ગ્રહ છે કે પરાક્રમ, ઊર્જા, સાહસ અને નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે વ્યક્તિના જીવનના આ પાસાઓને અસર થાય છે. હાલ મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરે છે. દિવાળી પછી મંગળ ગ્રહ સિંહ રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં મંગળનું ગોચર 4 રાશિના લોકોનું સૂતું ભાગ્ય જગાડશે. આ 4 રાશિના લોકો માટે દિવાળી પછી જ ખરી દિવાળીની શરૂઆત થશે.

નવેમ્બર મહિનામાં મંગળનું ગોચર

નવેમ્બર મહિનામાં 12 તારીખે મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં મંગળ 9 માર્ચ 2027 સુધી રહેશે. જ્યાં સુધી મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે ત્યાં સુધીનો સમય મેષ, સિંહ વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ જેવો હશે. નવેમ્બર 2026 થી માર્ચ 2027 મહિના સુધીના સમયમાં આ 4 રાશિના લોકોને મળવાની સંભાવના જોવા મળે છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કર્ક રાશિમાં મંગળનું ગોચર કઈ રાશિને કેવો ફાયદો કરાવશે.?

મેષ રાશિ માટે મંગળનું ગોચર

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર લઈને આવી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારા જેવા ફાયદા પણ મળી શકે છે. માર્ચ સુધીમાં આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ શક્યતા છે.

સિંહ રાશિ માટે મંગળનું ગોચર

સિંહ રાશિના લોકો માટે પણ મંગળનું રાશિ પરિવર્તન ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં  પ્રભુત્વ વધી શકે છે. વેપાર કે નવી યોજનાઓ અમલમાં મૂકવાનું વિચારતા લોકો માટે પણ સારો સમય. પારિવારિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. સિંહ રાશિની આર્થિક સ્થિતિ સુધરે તેવા સંકેત મળી રહ્યા છે.

વૃશ્ચિક રાશિ માટે મંગળનું ગોચર

વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ પણ મંગળ છે. મંગળનું કર્ક રાશિમાં ગોચર રાશિના લોકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૃશ્ચિક રાશિના લોકોના અટકેલા કામ માર્ચ સુધીમાં પૂરા થઈ શકે છે. આવકમાં વધારો થવાની શક્યતા. વેપારીઓને મોટી ડીલ મળે તેવી સંભાવના.

કુંભ રાશિ માટે મંગળનું ગોચર

કુંભ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન લાભકારી રહી શકે છે. આ સમય વેપાર માટે મહત્વપૂર્ણ બની રહેશે. નવી તકો મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મંગળના ગોચરના કારણે આર્થિક લાભ થવાની સંભાવના. પરંતુ ખર્ચ પર આ સમયે ધ્યાન આપવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES