SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ketu Gochar 2026: કેતુનું વિશેષ ગોચર: 71 દિવસ સુધી ચમકશે આ ૫ રાશિઓનું નસીબ, મળશે ધન અને સફળતા

જ્યોતિષમાં કેતુને રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે, જેની ચાલમાં ફેરફારની અસર ઘણી રાશિઓ પર પડી શકે છે. આ સમયે કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને ડિસેમ્બર સુધી અહીં રહેશે.

Written By Gokani Dhaval
Published: Sep 27, 2026, 11:09 AM IST | Updated: Sep 27, 2026, 11:11 AM IST
Join

Ketu Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને રહસ્યમય અને આધ્યાત્મિક ગ્રહ માનવામાં આવે છે. તેને વૈરાગ્ય, આત્મચિંતન અને જીવનમાં અચાનક થતાં ફેરફારો સાથે જોડીને જોવામાં આવે છે. આ સમયે કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને મધા નક્ષત્રમાં સ્થિત છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર કેતુની આ સ્થિતિ કેટલીક રાશિઓ માટે કરિયર, કારોબાર, ધન અને અંગત જીવનના મામલામાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે.

કેતુના મધા નક્ષત્રના અલગ-અલગ ચરણોમાંથી પસાર થતાં 5 ડિસેમ્બર 2026 સુધી સિંહ રાશિમાં રહેશે. ત્યારબાદ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં સપ્ટેમ્બરના અંતિમ દિવસોથી ડિસેમ્બરની શરૂઆત સુધીનો સમય કેટલીક રાશિઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર કામકાજની દ્રષ્ટિએ લાભકારી રહી શકે છે. કારોબાર કરતા જાતકોને નવી ડીલ મળશે કે અન્ય ફાયદો થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે-ધીમે સુધાર જોવા મળી શકે છે. નોકરી કરનાર જાતકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. મહેનતનું પરિણામ મળતા આત્મવિશ્વાસ વધશે. પરંતુ મોટા આર્થિક નિર્ણય લેવામાં ઉતાવળ કરવાથી બચવું પડશે.

સિંહ રાશિ
કેતુ હાલ સિંહ રાશિમાં છે, તેથી આ રાશિના જાતકો માટે ગોચર ખાસ માનવામાં આવી રહ્યું છે. કરિયરમાં મુશ્કેલી દૂર થઈ શકે છે. કોઈ નિર્ણય લેવામાં લાંબા સમયથી અસમંજસની સ્થિતિ છે તેમાં વસ્તુ સ્પષ્ટ થઈ શકે છે. આ દરમિયાન લક્ષ્ય પર ધ્યાન બનાવી રાખવું ફાયદાકારક રહેશે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતનું આ ગોચર કામમાં આગળ વધવાની તક આવી શકે છે. જે કામ કે નિર્ણયને લઈને ઘણા સમયથી સ્થિતિ સ્પષ્ટ નથી, તેમાં ધીમે-ધીમે ચિત્ર સ્પષ્ટ થશે. કરિયર અને કારોબારમાં નવી તક મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ મજબૂત થશે. પરંતુ આ દરમિયાન એક સાથે ઘણા નિર્ણય લેવાની જગ્યાએ તમારી પ્રાથમિકતા અનુસાર આગળ વધવું.

ધન રાશિ
ધન રાશિના જાતકો માટે કેતુનો પ્રભાવ ઘણા મામલામાં રાહત અપાવનાર હોઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ વિવાદ કે કાયદાકીય મામલામાં આગળ વધવાનો રસ્તો નીકળી શકે છે. પરિવારનો સહયોગ મળવાથી માનસિક દબાવ ઓછો થવાની સાથે આત્મવિશ્વાસ વધી શકે છે. કામમાં એવી જવાબદારી મળશે, જેનો ફાયદો આવનાર સમયમાં જોવા મળશે.

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સમયગાળો કામ અને કારોબારમાં નવી તક લાવી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ કે ડીલ કે ભાગીદારીનો પ્રસ્તાવ સામે આવી શકે છે. નોકરી કરતા જાતકોને નવી જવાબદારી મળી શકે છે. તો તમારા અંગત જીવનમાં ચાલતા વિવાદનો અંત આવી શકે છે.

5 ડિસેમ્બર સુધી સિંહ રાશિમાં રહેશે કેતુ
જ્યોતિષીય ગણના પ્રમાણે કેતુ અત્યારે સિંહ રાશિના મધા નક્ષત્રના અલગ-અલગ પદોમાં ભ્રમણ ચકી રહ્યાં છે. આશરે 3 ઓક્ટોબર 2026ના તે મધા નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 5 ડિસેમ્બર 2026ના સિંહ રાશિમાંથી નીકળી કર્ચ રાશિમાં જશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES