Shanivar Ke Upay: તમને પણ લાગી જાય છે વારંવાર નજર ? શનિવારે સાંજે કરો આમાંથી કોઈ 1 ઉપાય
Shanivar Ke Upay: જો તમને પણ એવું લાગતું હોય તે વારંવાર કોઈની નજર લાગી જાય છે કે પછી બનતા કામ બગડી જાય છે. તો શનિવારે સાંજે આમાંથી કોઈ એક ઉપાય અપનાવો. હનુમાનજીની કૃપાથી તમારા પર આવેલું વિધ્ન ટળી શકે છે.
Shanivar Ke Upay: ઘણીવાર એવું થાય કે તમે કોઈ સારું કામ શરુ કરો, લોકોને ખબર પડે અને પછી કામ થતાં થતાં અટકી જાય. વેપારમાં આવક ઘટી જાય, મહત્વના કામમાં અળચણ આવી જાય વગેરે વગેરે. આવું ઘણા લોકો સાથે થતું હોય છે. આ રીતે અચાનક આવેલી મુસીબત નજર દોષના કારણે હોય શકે તેવું માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર સારા કામમાં જ્યારે કોઈની નજર લાગી જાય કે કોઈને તમારી સફળતા જોઈને ઈર્ષા થતી હોય તો પણ આવું થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભારે મનથી ઈર્ષા કરે ત્યારે તેની અસર પણ થતી હોય છે તેવું માનવામાં આવે છે. નજરના કારણે લોકોની સુખ-શાંતિ છિનવાઈ જાય છે. આવી સમસ્યાને દુર કરવા માટે શનિવારના આ ઉપાય ટ્રાય કરી શકો છો. શનિવારે સાંજે કરેલા આ કામથી નજર દોષથી રાહત મળે છે તેવી માન્યતા છે.
શનિવારના અચૂક ઉપાય
1. નજર દોષ દુર કરવાનો પહેલો ઉપાય છે હનુમાનજીના મંદિરમાં જઈને કરવાનો. શનિવારે હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીની પૂજા કરવી. પૂજા કર્યા પછી મંદિરમાં બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યારબાદ હનુમાનજીના ચરણ પરથી સિંદૂર લઈ માથા પર તિલક કરો. જો કોઈ વ્યક્તિને નજર લાગી છે તો તેના કપાળ પર તિલક કરો. આમ કરવાથી નેગેટિવ અસર દુર થાય છે.
2. વેપારને કોઈની નજર લાગી હોય તો તેને દુર કરવા માટે લીંબુ-મરચાંનો ઉપયોગ કરો. શનિવાર વેપારની જગ્યાના મુખ્ય દરવાજા પર લીંબુ મરચાં લટકાવો. દર શનિવારે લીંબુ મરચાં બદલી દેવા. આમ કરવાથી વેપારને લાગેલી નજર દુર થાય છે.
3. ઘરના કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો શનિવારે ઘઉંના લોટનો દીવો બનાવો અને તેમાં કાળા દોરાની વાટ કરી લાલ મરચું ઉમેરી દીવો કરો. દીવો કરી નજર લાગી હોય તે વ્યક્તિના માથા પરથી ઉતારો અને દીવાને ઘરની બહાર રાખી દો. દીવો ઓલવાઈ જાય પછી તેને પાણીમાં પ્રવાહિત કરી દો.
4. ઘરમાં નાની-નાની વાત પર લડાઈ-ઝઘડા થતા હોય અને લાગતું હોય કે ઘરની સુખ-શાંતિને કોઈની નજર લાગી છે તો નજર દોષ દુર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર શનિવારે નજરીયું બાંધી દો. સાથે જ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
5. નજર દોષથી મુક્તિ મેળવવા માટે દર શનિવારે ઘરમાં લોબાન ધુપ કરો. ધુપથી ઘરનું વાતાવરણ પવિત્ર થશે અને નકારાત્મકતા દુર થશે. શનિવારે સાંજે ઘરના દરેક રુમમાં ધુપ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)